ગુસ્સા મેરે નાક પે : ડીસા સિવિલ હોસ્પિટલની તુંડમિજાજી નર્સોના કારણે ર્દીઓને હાલાકી!

 • ગુસ્સા મેરે નાક પે : ડીસા સિવિલ હોસ્પિટલની તુંડમિજાજી નર્સોના કારણે ર્દીઓને હાલાકી!

  • 17-02-2020
  • 212 Views

  (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)

  બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટ કથળી રહ્યો હોય તેવું ચર્ચાસ્પદ બનવા પામ્યું છે.ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ દૂરથી આવી પોતાની સારવાર કરાવી રહ્યા છે.પણ ના જાણે કેમ ચા કરતાં કીટલી ગરમ તેવો વહીવટ ડીસા સિવિલ હોસ્પિટલની નર્સો હાલના સમયે દર્દીઓ જોડે કરી રહી છે.જ્યારે આરોગ્ય અધિકારી આ બાબતને ગંભીર નોંધ લઇ ડીસા સિવિલ હોસ્પિટલમાં નર્સોને કાયદાનું ભાન અપાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

  જ્યારે નામ ન આપવાની શરતે એક જાગૃત નાગરિકે જણાવ્યું કે અમે જ્યારે પણ સિવિલમાં આવે ત્યારે સિવિલ હોસ્પિટલની ફરજ પરની નર્સો અવાર નવાર અમારા જોડે ગેર વર્તન કરી રહી છે.જોકે આ બાબતે અગાઉ મેં સિવિલ સત્તાધીશોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતુ.પણ કોઈ કારણ અનુસાર સિવિલ સત્તાધીશ ની આકસ્મિક બદલી થઈ હતી.જેના અનુસંધાને રજૂઆત પર પાણી ફર્યું હોય તેવું લાગી રહી છે જોકે આ બાબતે હવે અત્યારના સમયે સિવિલ સત્તાધીશ નર્સોને પોતાના કાયદાનું ભાન અપાવશે ખરા તે તો આવનારો સમય જ બતાવશે.