કરજણ નદીમાં વધુ પાણી છોડવાથી વ્યાયામ શાળા પાસે નો તડકેશ્વર મહાદેવ થી સ્મશાન સુધીનો રોડ ખોદાઈ જતા ખેડૂતોએ કલેકટર સમક્ષ કરી રજૂઆત.

 • કરજણ નદીમાં વધુ પાણી છોડવાથી વ્યાયામ શાળા પાસે નો તડકેશ્વર મહાદેવ થી સ્મશાન સુધીનો રોડ ખોદાઈ જતા ખેડૂતોએ કલેકટર સમક્ષ કરી રજૂઆત.

  • 17-02-2020
  • 83 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  કરજણ નદીમાં વારંવાર પૂર આવવાથી રસ્તો ધોવાઇ જતાં રસ્તાને ભારે નુકસાન.
  દર વર્ષે મતો લેવા આવતા ધારાસભ્ય, સંસદ સભ્યોને રજૂઆત છતાં પરિણામ શૂન્ય થી ખેડૂતોમાં નેતાઓ સામે રોષ. 
  રાજપીપળા ખાતે આવેલ કરજણ નદીમાં વધુ પાણી છોડવાથી વ્યાયામ શાળા પાસે તલકેશ્વર મહાદેવ થી સ્મશાન સુધીનો રોડ ખોદાય જવાથી રોડ ને બહાર ભારે નુકસાન થવાથી રોડ અને સંરક્ષણ દિવાલ બનાવવા કલેકટરને રજૂઆત પીપળાના કાછીયાવાડના ખેડૂતોએ કલેકટરને આવેદન આપ્યું હતું.
   જેમાં કાછીયાપટેલ જ્ઞાતિ પંચના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, મંત્રી હિતેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ કૌશક કુમાર પટેલ દ્વારા અપાયેલા આવેદનમાં જણાવ્યું છે કે કરજણ નદીમાં 2006માં સતત વરસાદને કારણે કરજણ નદીમાં કરજણ ડેમ નું પાણી છોડવાના કારણે આ વિસ્તારમાં અને ખેતરોમાં અને આવવા જવાના રોડ પર પાણી ફરી વળતાં રોડ તદ્દન ધોવાઇ ગયો હતો. ત્યારે બાદ 2013માં પણ ભારે વરસાદને કારણે બાકી બચેલો રસ્તો પણ ધોવાઇ જતા બિસ્માર બની ગયો હતો,  ત્યારબાદ 2019માં ગત વર્ષે ચોમાસા ભારે પુર આવતા આ રસ્તાને ભારે નુકસાન થયેલ છે આ રસ્તો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હોવાથી છેલ્લા 13 વરસાદથી ધારાસભ્યો સંસદસભ્યો ને વારંવાર રજૂઆત કરી છે. એ ઉપરાંત કરજણ સિંચાઇ યોજનાના અધિકારીઓ તેમજ કલેકટરને નાયબ કાર્યપાલક ઇજનેર થી માંડીને મુખ્યમંત્રીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે જેને ધ્યાને લઇને તંત્રે 2011માં 278225 ને રકમનો એસ્ટીમેન્ટ બનાવી તેની મંજૂરી પણ મળે પરંતુ આજદિન સુધી કોઇ કાર્યવાહી હાથ ન ધરતા ફરીથી રોડ અને સંરક્ષણ દીવાલ બનાવવાની માંગ કરી છે, જે માટે તાત્કાલિક સ્થળ તપાસ કરવા રજૂઆત કરી છે. દર વર્ષે મતો લેવા આવતા ધારાસભ્યો સંસદસભ્યોની રજૂઆત છતાં પરિણામ આવ્યું ન હોવાથી ખેડૂતોમાં નેતાઓ સામે ભારે રોષ ફેલાયેલો છે.