રાજપીપળા નગરપાલિકાની આર્થિક સ્થિતિ કથડેલી ! આમદની અઠની ખર્ચા રૂપૈયા : ૧.૩૦ કરોડની વસૂલાત બાકી.

 • રાજપીપળા નગરપાલિકાની આર્થિક સ્થિતિ કથડેલી ! આમદની અઠની ખર્ચા રૂપૈયા : ૧.૩૦ કરોડની વસૂલાત બાકી.

  • 12-02-2020
  • 293 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  વારંવાર મિલકત વેરા ભરવાની સૂચના છતાં વસુલાત ન આવતાં ૧૦૨૫ જેટલા નાગરિકોને નગરપાલિકાએ ફટકારી નોટિસ. 

  નાણા નહીં ભરે તો નળ કનેકશન કાપી નાંખવાની ચીમકી. 

  રાજપીપળા નગરપાલિકાની આર્થિક સ્થિતિ પ્રતિવર્ષ કથળતી જઈ રહી છે નગરના વિકાસના કામો માટે તેમજ કર્મચારીઓના પગાર કરવા માટે પાલિકા પાસે નાણા નથી એકમાત્ર વેરાઓ માથી નગરપાલિકાને આવક થતી હોય છે,પણ વેરા વસુલાતની કામગીરી ઝડપી અને કડક થતી ન હોવાથી નગરપાલિકા પાસે ૧.૩૦ કરોડ રૂપિયાની વસૂલાત બાકી છે.નગરપાલિકા વેરા ઉઘરાવવા ઘરે-ઘરે કર્મચારીઓને મોકલતા હોવા છતાં, આ નાણા ની વસુલાત આવતી નથી,બીજી તરફ નગર પાલિકાનું સ્ટ્રીટલાઈટનું વીજ બીલ ભરવાની પણ મોટી રકમ બાકી છે.ત્યારે દેવામાં ડુબેલી નગરપાલિકાની આર્થિક હાલત એક સાંધે ને તેર તૂટે તેવી છે આમદની અઠઠની ખર્ચા રૂપૈયા એવો ઘાટ છે.

  નગરજનો મિલકતવેરા ભરતા ન હોવાથી ૧.૩૦ કરોડની વસૂલાત માટે નગરજનો અને નોટિસ ફટકારી છે જેમાં ૧૦૨૫ જેટલી નોટિસો ફટકારી સમયમર્યાદામાં વેરા ભરવાની સૂચના આપી છે. અને એવી પણ ચિમકી આપી છે કે જો કે વેરા સમયસર નહીં ભરે તો નળ કનેકશનના જોડાણ કાપી નાંખવાની ચીમકી આપતા લોકો વેરા ભરવા નગરપાલિકાની કચેરીએ દોડતા થઈ જવા પામ્યા છે.