મહાશિવરાત્રિએ સાગબારાના દેવમોગરા ખાતે પાંડોરીમાતા (યાહમોગી)ના મંદિરે ભવ્ય મેળો ભરાશે.

Published on BNI NEWS 2020-02-12 13:39:40

  • 12-02-2020
  • 256 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  મહા શિવરાત્રી મેળામાં પાંચ દિવસ સુધી ત્રણ રાજ્યોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ કુળદેવી નાં દર્શને ઉમટશે.

  આદિવાસીઓએ પોતાની ખેતી નો પહેલો ધાન અનાજ ટોપલીમાં લાવી માતાજીને અર્પણ કરશે. 

  પોતાની બાધા આખડી માનતા પુરી કરવા મરઘા,  બકરા માતાજીને ચરણે રમતાં મૂકીને અને મહુડાનો પહેલી ધારનો દેશી દારૂ અર્પણ કરવાનો આદિવાસીઓમાં અનોખો રિવાજ.

  સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિ એ પાંડોરીમાતા (યાહમોગી) ના મંદિરે ભવ્ય મેળો ભરાશે. આ મેળામાં આગવી વિશિષ્ટતાએ છે કે દેશભરમાં મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા થાય છે,જ્યારે એક માત્ર નર્મદાના દેવમોગરા ખાતે પાંડોરીમાતાના મંદિરે શક્તિની પૂજા થાય છે, આદિવાસીઓની કુળદેવી ગણાતી યાહમોગી (પાંડોરીમાતા) પ્રત્યે આદિવાસીઓની અગાથા હોવાથી શિવરાત્રીએ લાખો આદિવાસીઓ મેળામાં ઉમટશે. શિવરાત્રી ના દિવસે ત્રણ રાજયો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી મોટીસંખ્યામાં આદિવાસીઓ પાંડોરી માતાના દર્શન કરવા ઊમટી પડશે. અહીં કલાકો સુધી લાંબી કતારોમાં શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક આદિવાસીઓએ ઊભા રહી યાહમોગી માતાના દર્શન કરી શિસ્તના દર્શન કરાવે છે.આ દિવસે આદિવાસીઓએ પોતાની ખેતી નું પહેલું ધાન, અનાજ ટોપલીમાં લાવી માતાજીને અર્પણ કરે છે. પાંડોરી માતા પ્રત્યે અગાધ આસ્થા હોવાથી પોતાની બાધા, આખડી, માનતા પૂરી કરવા મરઘા, બકરા માતાજી ને ચરણે રમતા મૂકીને અને મહુડાનો  પહેલી ધારનો દેશી દારૂ અર્પણ કરવાનો આદિવાસીઓમાં પરંપરાગત રિવાજ છે.

  એકમાત્ર નેપાળી શૈલીના પ્રાચીન મંદિર એ આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા આ મંદિરે ૨૧ મી ફેબ્રુઆરી થી મહાશિવરાત્રી થી પાંચ દિવસ સુધી મેળો ભરાશે. આ મેળામાં આદિવાસી લોક સંસ્કૃતિના અનોખા દર્શન થતા હોવાથી આ મેળો નર્મદા જિલ્લાનો આદિવાસીઓનો સૌથી મોટો ગણાય છે. જો કે શિવ કે શિવરાત્રી સાથે કોઈ સંબંધ નથી છતા આ મેળો મહાશિવરાત્રિ એ નિયમિત રીતે પરંપરાગત રીતે ભરાય છે. 

  આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન આ સ્થાને આવીને વસ્યા હતા, અને પાંડવોએ માતાજીનું પૂજન શિવરાત્રિએ કરેલું તેથી, જ આમાં પાંડોરી માતા કહેવાય,ત્યારથી અહીં દેવમોગરાનો મેળો શિવરાત્રીએ ભરાય છે,નેપાળના પશુપતિનાથ શૈલીનું એક માત્ર મંદિર દેવમોગરા ખાતે આવેલ છે.