મિશ્ર ઋતુ ચાલુ હોવાથી ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો!

Published on BNI NEWS 2020-02-12 13:34:45

    • 12-02-2020
    • 217 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)

    બનાસકાંઠા જિલ્લાના એક તરફ સવારે ઠંડીનું વાતાવરણ જોવાઈ રહ્યું છે.અત્યારે બપોરના સમયે ગરમીનો પ્રકોપ અનુભવ લોકો કરી રહ્યો છે.ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમય થી ઠંડીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.ત્યારે સામે હવામાન વિભાગે પણ વધુ ઠંડી પડે તેવી આગાહી નોધવી છે.ત્યારે આવા સમય સંજોગમાં મિશ્ર ઋતુ ચાલુ હોવાથી સવારે ઠંડીનું પ્રમાણ જોવાઈ રહી છે.ત્યારે બપોરના સમયે ગરમી વધુ હોવાથી બફારો લાગી રહ્યું છે.જે અનુસંધાને ડીસા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી માં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલ તબીબ દ્વારા પણ દર્દીઓના સંપૂર્ણ સલાહ-સુચન આપવામાં આવી રહ્યું છે.અત્યારે ડીસા સિવિલ હોસ્પિટલના તબીબ ડો ખાન સાહેબ દ્વારા પણ તમામ દર્દીઓને સંપૂર્ણ રીતે સ્વસ્થ કરી તમામ સેવાઓ પૂરી પાડી રહ્યા છે.