બોબી દેઓલ રાજ્યપાલ કોશ્યિારના હાથે સમ્માનિત

Published on BNI NEWS 2021-09-14 14:03:28

    • 14-09-2021
    • 1927 Views

    મુંબઈ : બોબી દેઓલને ઓટીટી પ્લેટફોર્મ પર ગયા વરસે પ્રસારિત થયેલી વેબ સીરીઝ આશ્રમ માટે એવોર્ડ આપીને સમ્માનિત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના રાજભવનમાં રાજ્યપાલ ભગત સિંહકોશ્યિારીએ તેને સમ્માનિત કર્યો હતો. આ સમારંભમાં સેનાના અધિકારીઓ સહિત બોલીવૂડની ઘણી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.ઉલ્લેખનીય છે કે, બોબીને આ જ વેબ સીરીઝ માટે દાદાસાહેબ ફાલકે ઇન્ટરનેશનલ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યો  છે.

    એવોર્ડ મેળવ્યા બદલ બોબીએ જણાવ્યું હતું કે, વેબ સીરીઝ આશ્રમ માટે ૨૭મા સોલ લાયન્સ ગોલ્ડ એવોર્ડ ૨૦૨૧માં ઓટીટી પ્લેટફોર્મના સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે આ સમ્માન પ્રાપ્ત કરવું એ મારા માટે ગર્વની વાત છે. શોના નિર્માતાઓએ આશ્રમ સીરીઝના પાત્ર માટે મારામાં વિશ્વાસ મુક્યો તે માટે હું તેમનો આભાર માનું છું. 

    બોબી હાલ આશ્રમની સીઝન ટુની તૈયારી કરી રહ્યો છે.આ વેબ સીરીઝથી બોબીની તકદીર બદલી ગઇ છે અન ેતેની કારકિર્દીને વેગ મળ્યો છે. તેનો આવનારો  પ્રોજેક્ટમાં લવ હોસ્ટેલ, એનિમલ, પેન્ટહાઉસ ્પને ટુ અને આશ્રમ સીઝન ટુ સામેલ છે.