અભિનેતા મિલિંદ સોમન મુંબઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ૪૧૬ કિલોમીટર દોડશે : નર્મદાના પ્રતાપનગર થી ૧૦૦ જેટલા દોડવીરો તેમની સાથે જોડાશે.

Published on BNI NEWS 2021-08-18 19:19:53


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 18-08-2021
  • 4027 Views

  (પ્રતિનિધી : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  વિશ્વના પ્રવાસીઓમાટે આકર્ષણનું કેન્દ્ર બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રિમ સ્વપ્ન છે.

  સરદાર પટેલની જન્મ જયંતી દિવસ ૩૧મી ઓક્ટોબર ૧૦૨૯ ના રોજ સમગ્ર ગુજરાતભરમાં રાષ્ટ્રીય એકતા અને અખડિતતા મારે રન ફોર યુનિટી ના કાર્યકમો યોજાયા હતા.ત્યાર થી ભારતની એકતા માટે સ્ટેચ્યુ સુધી અનેક દેશ પ્રેમી નાગરિકો,રાજકીય હસ્તીઓ અને સેલિબ્રિટીઓરન ફોર યુનિટી માટે જોડાયા છે. હવે બૉલીવુડ ના જાણીતા ફિલ્મ અભિનેતા, મોડેલખાસતો તેમની ફિટનેસ માટે જાણીતી સેલિબ્રિટી છે.

  તેમણે જાણીતા અભિનેતા મિલિંદ સોમને એકલા રન ફોર યુનિટી શરૂ કરી છે.તેઓ મુંબઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ૪૧૬ કિલોમીટર દોડશે.

  જાણીતા અભિનેતા, ફિલ્મ નિર્માતા અને ફિટનેસ ઉત્સાહી મિલિંદ સોમન ૧૫ મી ઓગસ્ટ ૭૫ માં સ્વતંત્રતા દિવસે શિવાજી પાર્ક મુંબઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ત્રીજી 'રન ફોર યુનિટી' મેરેથોન શરૂ કરી છે.મિલિંદ સોમનેમીડિયા ને જણાવ્યું હતું કે  "ભારતના તમામ નાગરિકો વચ્ચે બહેતર ભાઈચારો માટે 'રન ફોર યુનિટી'થી હું ખૂબ ખુશ છું.હું માનું છું કે જો તમે તમારી ફિટનેસનું ધ્યાન રાખશો તો આખો દેશ ફિટ અને સ્વસ્થ રહેશે. દરેક નાગરિક પાસે  દેશની એકતા માટે ફાળો આપવાની જવાબદારી છે. શિવાજી પાર્ક, મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ૪૧૬ કિલોમીટર સુધી ચાલશે,હું એકલો દોડું છું, કોવિડ માર્ગદર્શિકાને કારણે મેં વધુ લોકો જોડવાનું ટાળ્યું છે. હું ૪૫ થી ૫૦ કિલોમીટર દોડું છું દરરોજ.કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મારી દોડ પૂરી થશે તા.૨૨ ઓગસ્ટ સાંજે ૪ વાગ્યે હું સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આતુર છું.જે આપણા રાષ્ટ્ર માટે એકતાનું પ્રતીક છે.

  સ્ટેચ્યુ ઓફ યુનિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર મિલિંદ સોમન એક જાણીતા અભિનેતા છે એમણે અમારું આમંત્રણ સ્વીકાર્યું છે અને 'રન ફોર યુનિટી' માટે સંમત થયા.મિલિન્દ સોમન ૪૧૬ કિલોમીટરની દોડ દરમિયાન વલસાડના કરમબેલી અને ડુંગરી, સુરતના પલસાણા, ભરૂચના અંકલેશ્વર અને નર્મદા જિલ્લાના પ્રતાપનગર ખાતે રહેશે.નર્મદાના પ્રતાપનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ૧૦૦ જેટલા દોડવીરો તેમની સાથે જોડાશે. 'રન ફોર યુનિટી' મેરેથોનનો ઉદ્દેશ દેશવાસીઓને મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલની શ્રદ્ધાંજલિમાં દોડવા માટે પ્રેરિત કરવાનો અને પ્રેરણા આપવાનો છે, જેમણે આઝાદી પછીના મુશ્કેલ દિવસોમાં ભારતને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ 'રન ફોર યુનિટી'ની શરૂઆત કરવામાં આવી હતી.૨૦૧૯ મા રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીદિવસે ગુજરાતમાં પણ રાષ્ટ્રીય એકતા માટેની દોડ ‘રન ફોર યુનિટી’, ‘રાષ્ટ્રીય એકતા શપથ’ તથા ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ સાથે જિલ્લા મથકોએ ઉજવણી કરવાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યુંહતું. ત્યારથી રાષ્ટ્ર્રની એકતા અને અખડિતતા માટે રન ફોર યુનિટીના કાર્યકમો મા દેશની સેલિબ્રિટીઓ પણ જોડાતી હોય છે.૨૨ મી ઓગસ્ટ નાતેમનું ભવ્ય સ્વગત થશે.ત્યારે ૨૨ મીના રોજ કેવડિયા સ્ટેચ્યુ પર પહોંચનારા મિલિન્દ સોમન પ્રવાસીઓ અને દેશવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.