આશિષ વિદ્યાર્થીની કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવી

Published on BNI NEWS 2021-03-14 13:57:27


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 14-03-2021
  • 1469 Views

  મુંબઇ,તા.14 માર્ચ 2021

  કોરોનાનો પ્રકોપ ફરી વધી રહ્યો છે. જેમાં બોલીવૂડના ઘણા સેલિબ્રિટિઓ સપાટામાં આવી ગયા છે. જેમાં હવે આશિષ વિદ્યાર્થીનો સમાવેશ પણ થઇ ગયો છે. 

  આશિષ વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પરથી વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે, તેની કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવી છે. તેણે દિલ્હીની હોસ્પિટલમાં ટેસ્ટ કરાવી હતી જેમાં તે કોરોનાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યુ ંહતું. 

  આશિષે શુક્રવારે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પરથી કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યુ ંહતું. તેણે એમ પણ કહ્યું હતુ ંકે, તે સારવાર લઇ રહ્યો છે અને તેની તબિયત સારી છે. તેણે તેના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોનાની ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી છે. 

  ઉલ્લેખનીય છે કે, આ પહેલા રણબીર કપૂર, સંજય લીલા ભણશાલી, મનોજ બાજપાયી પણ કોરોનાના સપાટામાં આવ્યા છે.