- 09-07-2020
- 1007 Views
શોલેના સુરમા ભોપાલી અભિનેતા જગદીપનું 81 વર્ષની વયે નિધન
Published on BNI NEWS 2020-07-09 11:39:34
બોલિવૂડન લિજેન્ડરી એક્ટર અને કોમેડીયન જગદીપનું 81 વર્ષની વયે નિધન થયું હતું. વધતી જતી ઉંમરને કારણે થતી બીમારીને કારણે તેમનું નિધન થયું હતું. મુંબઈના તેમના નિવાસે તેમણે અંતિમ શ્વાસ લીદી હતા. તેમનુ અસલી નામ સૈયદ ઇમ્તિયાઝ અહેમદ જાફરી હતું. 1939ની 29 મી માર્ચે તેમનો જન્મ થયો હતો. જગદીપ તરીકે તેઓ ફિલ્મી દુનિયામાં લોકપ્રિય હતા. તેમણે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. 1975માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ શોલેમાં તેમણે સુરમા ભોપાલીનો રોલ કર્યો હતો.
આ ફિલ્મોમાં કર્યું હતું કામ
આ ઉપરાંત તેમણે ફિલ્મ પુરાના મંદીરમાં મચ્છર અને અંજાઝ અપના અપના ફિલ્મમાં સલામન ખાનના પિતાની ભૂમિકા ભજવી હતી. તેમણે એક ફિલ્મનું ડાયરેક્શન પણ કર્યું હતું જેનું નામ સુરમા ભોપાલી હુંતું. આ ફિલ્મમાં તેમણે લીડ રોલ કર્યો હતો.
જગદીપે 1951માં બીઆર ચોપરાની ફિલ્મ અફસાનામાં ભૂમિકા કરી હતી. જોકે તેમાં તેઓ બાળ કલાકાર તરીકે આવ્યા હતા. તેમણે ઘણી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું જેમાં ગુરુદ્ત્તની ફિલ્મ આરપાર અને બિમલ રોયની દો વીઘા જમીનનો સમાવેશ થતો હતો.
પુત્ર જાવેદ જાફરી પણ ફિલ્મોમાં અભિનેતા
જગદીપના પુત્ર જાવેદ જાફરી પણ ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરે છે અને સારી એવી નામના હાંસલ કરેલી છે. જગદીપે ફિલ્મ હમ પંછી એક ડાલ કેમાં રોલ કર્યો હતો જેને તે સમયના વડાપ્રધાન જવાહર લાલ નહેરુએ પણ વખાણી હતી. તેમનો પુત્ર જાવેદ અને નાવેદ જાફરી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.