અનલોક - ૨ માં કોરોના પોઝિટિવ ની સંખ્યામાં વધારો : ભરૂચ જિલ્લામાં નવા ૧૯ કેસ નોંધાતા કોરોના પોઝિટિવનો આંકડો ૩૫૨ ને પાર.

Published on BNI NEWS 2020-07-07 18:59:03

    • 07-07-2020
    • 392 Views

    ભરૂચ-૧૩,અંકલેશ્વર-૩,આમોદ-૧,હાંસોટ-૧,ઝઘડિયા-૧, કુલ ૧૯ નવા કોરોના પોઝિટિવ. 
    ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ ની સંખ્યામાં સતત વધારો થયો છે ત્યારે અનલોક ૨ માં કોરોના ની સંખ્યા સતત વધી રહી છે.ગતરોજ ૨૨ કોરોના પોઝિટિવ કે નોંધાયા બાદ આજે વધુ ૧૯ નવા કોરોના પોઝિટિવ સામે આવતા ભરૂચ જિલ્લાનો કોરોના પોઝિટિવ નો આંકડો ૩૫૨ ને પાર થયો છે.ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે કોરોનાને નાથવા માટે વહીવટીતંત્ર પણ કરતાં ભર્યું વલણ અપનાવે તે જરૂરી છે.
    ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા સતત વધી રહી છે.ત્યારે અનલોક ૨ ના એક અઠવાડિયા ના સમયગાળામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા ૧૨૧ નોંધાઇ છે ત્યારે ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ ની સંખ્યામાં વધારો થયો છે.ત્યારે આજે નવા ૧૯ પોઝિટિવ સામે આવ્યા છે.ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના ની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.ત્યારે આજરોજ  નવા નોંધાયેલા કોરોના પોઝિટિવ  ની સંખ્યા ઉપર  નજર કરીએ તો ભરૂચ-૧૩,અંકલેશ્વર-૩,આમોદ-૧,હાંસોટ-૧,ઝઘડિયા-૧, કુલ ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાય ચુક્યા છે.ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ પણ કોરોનાવાયરસ નાખવા માટે કડકાઈ ભર્યું વલણ અપનાવવાની જરૂર જણાઈ રહી છે.