શહેરાના વલ્લભપુર ખાતે આવેલ ગ્રેનાઈટ પથ્થરની લીઝ ખનીજ કમિશ્નર દ્વારા રદ્દ કરવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ.

Published on BNI NEWS 2020-07-07 18:13:01

    • 07-07-2020
    • 452 Views

    (પ્રતિનિધિ : ગણપત મકવાણા,પંચમહાલ)
    પંચમહાલ જીલ્લા ના શહેરા તાલુકા ના વલ્લભપુર ખાતે આવેલ ગ્રેનાઈટ પથ્થર ની લીઝ વિજ્ઞાન અને ખનીજ કમિશ્નર દ્વારા રદ્દ કરવામાં આવતા ખનીજ  ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.તો બીજી તરફ પથ્થરની લીઝ રદ્દ થતા ગામના જાગૃત નાગરિકો માં ખુશી છવાઈ હતી.
    શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે દીપકકુમાર અમૃતલાલ પટેલ ની બેટર વિસ્તારમાં ગ્રેનાઈટ પથ્થર ની લીઝ પાછલા કેટલાક વર્ષોથી ચાલતી હતી.આ પથ્થર ની લીઝ ગૌચરમાં હોવાના આક્ષેપ સાથે લીઝ બંધ થાય તે માટે ગામના જાગૃત નાગરિક જે.બી.સોલંકી સહિતનાઓ દ્વારા ખનીજ વિભાગ સહિતના લાગતા વળગતા તમામ તંત્ર સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.તંત્રના છૂપા આશીર્વાદ ના કારણે ગ્રેનાઈટ પથ્થર ની લીઝ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી ના રહી હતી.જેને લઈને આ ગામના જાગૃત નાગરિક જે.બી.સોલંકી,રત્નાભાઈ માછી,કોદરસિંહ સોલંકી સહિતના ઓ  આ પથ્થરની લીજ બંધ થાય તે માટે 2 જુલાઈ ના રોજ ગાંધીનગર ના ઉદ્યોગ ભવન ખાતે આત્મવિલોપન કરવા માટે ગયા હતા અને પોલીસે આત્મવિલોપન નો પ્રયાસ તેમનો નિષ્ફળ થયો હતો.ખનીજ વિભાગના કમિશ્નર દ્વારા દિપક અમૃતલાલ પટેલ ની બે હેક્ટર વિસ્તારમા આવેલી ગ્રેનાઈટ પથ્થર ની લીઝ રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જેને લઈને ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો .જ્યારે આ ગામના જાગૃત નાગરિકો મા ગ્રેનાઈટ પથ્થર ની લીઝ રદ્દ કરવામાં આવતા ખુશી છવાઈ હતી.