બાહુબલીની આ એકટ્રેસની કારમાંથી મળ્યો 104 બોટલ દારુ, ખાવી પડી જેલની હવા

Published on BNI NEWS 2020-06-14 12:32:14

    • 14-06-2020
    • 1044 Views

    સાઉથની ફિલ્મોની સ્ટાર અને બાહુબલીની એક્ટ્રેસ રામ્યા ક્રિષ્ણન અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. ચેન્નાઈ પોલીસે તેની કારમાંથી શરાબની 100થી વધુ બોટલ ઝડપી લીધી હતી. રામ્યાની સાથે એ વખતે તેની બહેન વિનયા પણ હતી. રામ્યા અને તેની બહેન મમલાપુરમથી ચેન્નાઈ જઈ રહી હતી અને કાર ડ્રાઇવર હંકારી રહ્યો હતો. ચેન્નાઈ પોલીસે ચેકપોસ્ટ પર તેમની કાર રોકી હતી. તેમની કારની જડતી લેવામાં આવી ત્યારે પોલીસને કારમાંથી શરાબની 104 બોટલ મળી આવી હતી. આમ પોલીસે રામ્યા તથા ડ્રાઇવરની ધરપકડ કરી હતી.