અભિનેતા ઈરફાન ખાનનું થયું નિધન.

 • અભિનેતા ઈરફાન ખાનનું થયું નિધન.

  • 29-04-2020
  • 394 Views

  બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનનું બુધવારે દુખદ અવસાન થયું છે.અભિનેતા ઈરફાન ખાનને મંગળવારે પેટમાં ચેપ બાદ તેને શહેરની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.મંગળવારે આ માહિતી આપતાં તેમના પ્રવક્તાએ કહ્યું કે ૫૪ વર્ષીય અભિનેતાને કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ખાનના કેન્સરની સારવાર ૨૦૧૮ માં થઈ હતી.દિગ્દર્શક શૂજિત સરકારે ઈરફાન ખાનના મોતની જાણ આપી છે.તેણે ટ્વિટ કરીને લખ્યું- મારો પ્રિય મિત્ર ઈરફાન.તમે લડ્યા અને લડ્યા અને લડ્યા મને હંમેશાં તમારા ઉપર ગર્વ રહેશે.આપણે ફરી મળીશું.સુતાપા અને બાબિલ પ્રત્યેની મારી સંવેદના.તમે પણ લડ્યા હતા.સુતાપા તું આ લડતમાં જે આપી શકતી હતી તે બધું તે આપ્યું.ઓમ શાંતિ.ઈરફાન ખાનને સલામ.
  ઈરફાન ખાન ઈંગ્લીશ મીડિયમ છેલ્લી ફિલ્મ હતી.
  ઈરફાન ખાનની ૯૫ વર્ષની માતા સઈદા બેગમનું ત્રણ દિવસ પહેલા જયપુરમાં અવસાન થયું હતું. કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અભિનેતા તેની માતાના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શક્યો ન હતો.અભિનેતા કેન્સરમાંથી સ્વસ્થ થયા પછી પરત ફર્યા બાદ ૨૦૧૯ માં ફિલ્મ “ઇંગ્લિશ મીડિયમ”નું શૂટિંગ કર્યુ હતુ. બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાન ન્યૂરોએંડોક્રાઇન ટ્યૂમર સામે જંગ હારી ગયા છે.૫૪ વર્ષની ઉંમરે ઇરફાન ખાને દુનિયાને અલવિદા કહ્યું છે.ઈરફાન ખાનની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
  બોલિવૂડ સ્ટાર ઈરફાન ખાનને હાલમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.રિપોર્ટ મુજબ ઈરફાન ખાન આઈસીયૂમાં એડમિટ છે.સૂત્રો પ્રમાણે મંગળવારે ઇરફાન બાથરૂમમાં પડી ગયા હતા.ત્યાર બાદ તેમણે શ્વાસ લેવામાં તકલીફ અને નબળાઈ ની ફરિયાદ કરી હતી.જે બાદ ઈરફાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.જો કે ઈરફાનને શું થયું અને શા માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેની પરિવાર તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.ઈરફાન ઘણા સમયથી બિમાર રહેતા હતા.ઈરફાન ખાને માર્ચ ૨૦૧૮ માં ખુલાસો કર્યો હતો કે તેમને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર છે જેની સારવાર માટે તે લંડન ગયો હતો.
  વિદેશ માંથી સારવાર કરાવીને ભારત પરત ફર્યા બાદ ઈરફાને અંગ્રેજી મીડિયમ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતુ.તાજેતરમાં ૨૫ એપ્રિલે ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું જયપુર ખાતે નિધન થયું હતુ.તે સમયે અહેવાલ આવ્યા હતા કે લોકડાઉનના કારણે ઈરફાન પોતાની માતાની અંતિમ વિધીમાં જઈ શક્યો ન હતો.તેથી તેણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ થી જ માતાના અંતિમ દર્શન કર્યા હતા.ઈરફાન ખાન છેલ્લે ફિલ્મ અંગ્રેજી મીડિયમ માં નજરે આવ્યા હતા.જે લોકડાઉન પહેલા રીલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.આ ઉપરાંત મકબૂલ અને પિકૂ જેવી ફિલ્મો માં ઈરફાન ખાનના અભિનયની ખૂબ પ્રશંસા થઈ છે.અભિનેતાને પાન સિંધ તોમર ફિલ્મમાં દમદાર અભિયન માટે નેશનલ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સ્લમડોગ મિલિયોનેર,લાઈફ ઓફ પાઈ અને ઈન્ફ્રેનો જેવી ફિલ્મો દ્વારા ઈરફાન દુનિયાભર માં લોકપ્રિય હતા.