રોજ કમાઇને રોજ ખાનારા ૧ લાખ મજૂરોની વ્હારે આવ્યાં બોલીવુડના મહાનાયક,આ રીતે કરશે મદદ.

 • રોજ કમાઇને રોજ ખાનારા ૧ લાખ મજૂરોની વ્હારે આવ્યાં બોલીવુડના મહાનાયક,આ રીતે કરશે મદદ.

  • 06-04-2020
  • 633 Views

  હાલ દેશ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે.સાથે જ કોરોનાના વધતા જોખમને ધ્યાનમાં લેતા લોકોની સુરક્ષા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે.પરંતુ આ લોકડાઉનના કારણે દૈનિક મજૂરી કરીને ઘરનો ચુલો સળગાવતા લોકો માટે મોટી મુસીબત ઉભી થઇ ગઇ છે. સાથે જ આવી સ્થિતિમાં તેમની મદદ માટે સરકારની સાથે ઘણાં બોલીવુડ સ્ટાર્સ પણ આગળ આવ્યાં છે. તાજોતરમાં જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેમની મદદ કરવાનું એલાન કર્યુ છે.તેમણે ૧ લાખ દૈનિક મજૂરોની મદદ કરવાનું એલાન કર્યુ છે.

  મજૂર
  ૧ લાખ મજૂરોને આ રીતે મદદ કરશે મહાનાયક
  બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વાયરસની મહામારી વચ્ચે ઑલ ઇન્ડિયા એમ્પ્લોઇઝ કન્ફેડરેશન સાથે જોડાયેલા એક લાખ દૈનિક મજૂરોની મદદનું એલાન કર્યુ છે. મુસીબતનો સામનો કરી રહેલા તેમના પરિવારોની મદદ માટે અમિતાભ બચ્ચને માસિક રાશન પુરુ પાડવાનો સંકલ્પ કર્યો છે.

  સોની પિક્ચર્સ નેટવર્કસ (SPN) અને કલ્યાણ જ્વેલર્સે અમિતાભની આ પહેલનું સમર્થન કર્યુ છે. સોની પિક્ચર્સ નેટવર્કે રવિવારે જારી એક નિવેદનમાં કહ્યું, જે અભૂતપૂર્વ સ્થિતિમાં  આપણે છીએ, તેમાં શ્રીમાન બચ્ચન દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ ‘વી આર વન’નુ સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા અને કલ્યાણ જ્વેલર્સે સમર્થન કર્યુ છે. તેના દ્વારા દેશભરમાં એક લાખ પરિવારોના માસિક રાશન માટે આર્થિકપોષણ કરવામાં આવશે.

  મજૂર
  જો કે તે સ્પષ્ટ નથી કે આ દૈનિક મજૂરોને દાનદાતા ક્યાં સુધીમાં માસિક રાશન પુરુ પાડશે. સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ એન પી સિંહે જણાવ્યું કે પોતાની સીએસઆર પહેલ અંતર્ગત એસપીએને અમિતાભ બચ્ચન સાથે મળીને ભારતીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઉદ્યોગના દૈનિક મજૂરોના પરિવારોની મદદ કરવાની પહેલ છે.તેમણે કહ્યું કે, એસપીએનનું સમર્થન ઓછામાં ઓછા ૫૦ હજાર શ્રમિકો અને તેમના પરિવારો માટે એક મહિનાનું રાશન સુનિશ્વિત કરશે.જણાવી દઇએ કે અમિતાભ સોની માટે રિયાલીટી ગેમ શૉ કૌન બનેગા કરોડપતિને ૨૦૧૦ થી હોસ્ટ કરી રહ્યા છે.