એક્તા કપૂરના કારણે રશ્મી દેસાઇ પોતાના જાની દુશ્મનને બનાવશે પતિ

 • એક્તા કપૂરના કારણે રશ્મી દેસાઇ પોતાના જાની દુશ્મનને બનાવશે પતિ

  • 28-03-2020
  • 1125 Views

  જો તમે બિગ બોસ-13 જોયુ હોય તો તમને રેશ્મી દેસાઇ અને સિદ્ધાર્થ શુક્લાની દુશ્મની સારી રીતે ખબર હશે. પરંતુ હવે બંન્ને વચ્ચે પ્રેમ થવાનો છે અને આ પ્રેમનું અંકૂર ડાયરેક્ટર એક્તા કપૂર રોપશે. જી હાં, રશ્મી અને સિદ્ધાર્થ એક-બીજાને પ્રમમાં પડવાના છે. પરંતુ અસલ જીવનમાં નહી માત્ર ટીવી પર.
  મીડિયા રિપોર્ટ અનુસાર રશ્મી દેસાઇ અને સિદ્ધાર્થ એક્તા કપૂરની સિરીયલ ‘નાગિન-4’માં સાથે નજર આવી શકે છે. રશ્મીએ તાજેતરમાં જ એક્તા કપૂરની સિરીયલ નાગિન-4 જોઇન કર્યું છે. રશ્મી સિરીયલમાં શલાખાની ભૂમિકામાં નજર આવશે. ખબર અનુસાર સિદ્ધાર્થ, શલાખા એટલે કે, રશ્મીનો પ્રેમી બનીને સિરીયલમાં એન્ટ્રી કરશે.
  આ પહેલા બંન્નેને કલર્સની એક સિરીયલ દિલ સે દિલ તકમાં સાથે કામ કરી ચૂક્યા છે. તે સિરીયલમાં જ બંન્નેએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી. તે સિરીયલમાં બંન્નેની કેમિસ્ટ્રી એટલી જોરદાર હતી કે લોકો આજે પણ ભૂલ્યા નથી. બંન્ને અસલ જીવનમાં ભલે એક-બીજાના જાની દુશ્મન હોય પરંતુ પડદા પર બંન્નેનો રોમેન્ટીક અંદાજ દર્શકોને ખુબ પસંદ આવે છે.
  તાજેતરમાં જ સિદ્ધાર્થ અને રશ્મી કલર્સના ટીવી સિરીયલ શો બિગ બોસ-13માં નજર આવ્યા હતા. જ્યારે બંન્નેએ શોમાં એન્ટ્રી લીધી હતી તો દર્શકોને લાગ્યું કે, રોમાન્સ જોવા મળશે, પરંતુ થયુ તો કંઇક અલગ જ. શો દરમિયાન બંન્ને વચ્ચે એટલા ઝઘડા થયા શો દરમિયાન શોના હોસ્ટ સલમાન ખાનને બંન્નેને સમજાવા પડ્યા. હવે બંન્નેને પાછા નાના પડદા પર જોવું રસપ્રદ બની રહેશે.