પ્રિયંકા ઈન્ટરનેશનલ બેઠકમાં પોતાના બાળક વિશે આવું બોલી, આખી દુનિયામાં એની જ ચર્ચા

 • પ્રિયંકા ઈન્ટરનેશનલ બેઠકમાં પોતાના બાળક વિશે આવું બોલી, આખી દુનિયામાં એની જ ચર્ચા

  • 23-01-2020
  • 2964 Views

  બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાની ધાક જમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં એક વાતને લઈ આખી દુનિયામાં ચર્ચાઈ રહી છે. હાલમાં જ અભિનેત્રી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા પહોંચી હતી. આ બેઠક દાવોસમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રિયંકા ચોપરાએ એવું ભાષણ આપ્યું કે, દુનિયા ભરમાં તેના સ્પીચના વખાણ થઈ રહ્યા છે. પ્રિયંકાની સ્પીચનો એક વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
  આ બેઠકમાં દુનિયાની કેટલીક મોટી મોટી હસતીઓ આવી હતી. ત્યાં પ્રિયંકા ગ્લોબલ સીટીજન એમ્બેસેડરના રૂપમાં પહોંચી હતી. આ સમયે પ્રિયંકાએ ગરીબી, અત્યાચાર, ક્લાઈમેટ ચેન્જ જેવા ગંભીર મુદ્દા પર વાત કરી હતી. સાથે જ દુનિયામાં તેજીથી વધી રહેલી ગરીબી વિશે પણ વાત કરી હતી અને પોતાના બાળકને કેવી દુનિયા આપવી એ પણ જણાવ્યું હતું.
  પ્રિયંકાએ કહ્યું કે, હું એવું ઈચ્છું છું કે, મારુ બાળક એવી દુનિયામાં ઉછરે જ્યાં વર્લ્ડ લીડર્સે ગ્રેટાની જનરેશનને સાંભળ્યા હોય. જ્યાં ક્લાઈમેટ ક્રાઈસિસના નિવારણ માટે જલ્દીથી કામ થઈ રહ્યું હોય. જ્યાં મહિલાઓ કેટલી સફળ છે એનું પ્રમાણ એક સામાન્ય હ્યુમન રાઈટ્સથી માપવામાં આવે, નહીં કે ભૂગોળ અને અવસરની ઉપલ્બધિથી.
  પ્રિંયકાએ આપેલી બાળક વિશેની અને દુનિયામાં વધી રહેલા પ્રોમ્લેબની સ્પીચને દુનિયામાં વખાણવામાં આવી રહી છે. પ્રિયંકા સિવાય આ મિટિંગમા દીપિકા પણ હાજર હતી. ત્યાં દીપિકાને ક્રિસ્ટલ એવોર્ડથી નવાજવામાં પણ આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં દીપિકા JNUને લઈ વિવાદમાં આવી છે.