પરિણીતી ચોપરા યુરોપમાં નવા વર્ષની ઉજવણી કરશે

Published on BNI NEWS 2019-12-29 13:48:06

    • 29-12-2019
    • 752 Views

    વીતેલા વરસમાં પરિણીતી ચોપરાએ બોલીવૂડમાં પુનરાગમન કર્યું એવું કહેવામાં અતિશયોક્તિ નથી. એની એકાદ-બે ફિલ્મ આવી અને ઠીક-ઠાક ચાલી. પરંતુ આને કારણે એને બેડમિન્ટન પ્લેયર  સાયના નેહવાલ પરની બાયોપિક અને ધ ગર્લ ઓન ધ ટ્રેનની રીમેક મળી.

    ખેલાડી તરીકેની તાલીમ અને બીજી ફિલ્મમાં  અત્યંત લાગણીશીલ દ્રશ્યોની ભજવણીને કારણે એ તાણમાં રહે એ સ્વાભાવિક છે. એને નાનકડા વેકેશનની જરૂર હતી અને હવે એ સફર પર ઉપડી  ગઈ છે.

    થોડાક મિત્રો સાથે એ યુરોપ વેકેશન માણવા રવાના થઈ ગઈ છે. જ્યાંથી એ જાન્યુઆરીના પહેલા અઠવાડિયાના અંતમાં પરત ફરશે. અને આ બન્ને ફિલ્મો પર કામ શરૂ કરશે.