‘તારક મહેતા’ના ફેન્સ માટે આવ્યા ખુશખબર! શૉમાં થશે દયાબેનની વાપસી, જેઠાલાલે વાત વાતમાં આપી દીધી આ મોટી હિન્ટ

Published on BNI NEWS 2022-03-26 11:51:48

    • 26-03-2022
    • 1813 Views

    પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફેન્સ લાંબા સમયથી દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે અને જો તમે પણ આ શોમાં તેની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે એક મોટા સારા સમાચાર છે. લેટેસ્ટ એપિસોડ્સને જોતા, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે દયાબેન ટૂંક સમયમાં શોમાં પાછા આવી શકે છે.

    જેઠાલાલે આપી હિંટ
    શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન જલ્દી વાપસી કરશે? 2017માં દિશા વાકાણી મેટરનિટી બ્રેક પર ગઈ ત્યારથી જ દરેકના મનમાં આ એક સવાલ છે. ‘શું તે પાછી આવશે કે તેને રિપ્લેસ કરવામાં આવશે’નો જવાબ 5 વર્ષ પછી પણ મળ્યો નથી. જ્યારે ફેન્સ શોમાં દયાબેનના પાછા ફરવાના અપડેટ્સ મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલે તાજેતરમાં એક મોટી હિંટ આપી છે.

    દયાબેનનો થયો ઉલ્લેખ
    તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેટેટેસ્ટ એપિસોડમાં, જેઠાલાલ રોશનને કહે છે કે તે નસીબદાર છે કે તેની પત્ની 2-4 દિવસમાં પાછી આવશે. આ વાત વાતચીત દરમિયાન જેઠાલાલ કહે છે કે જ્યારથી દયા અમદાવાદ ગઈ છે ત્યારથી તે ઘરે પરત આવી નથી. તારકે ફરી જેઠાલાલને કહ્યું કે હવે ભાભીને ઘરે પાછી લાવવી જોઈએ, કારણ કે અમદાવાદ બહુ દૂર નથી.

    કોવિડ સમાપ્ત થવાની જોઈ રહ્યા છીએ રાહ
    જેઠાલાલ ઉદાસ દેખાતા હતા અને તારકને કહ્યું કે જ્યારે પણ તે દયાને પરત લાવવા ત્યાં જવાની યોજના બનાવે છે, ત્યારે કોવિડ-19 નિયમો તેને રોકે છે અને તે આખો ખેલ બગાડે છે. દયાબેનના પાછા ફરવા વિશે મોટો સંકેત આપતા જેઠાએ કહ્યું કે એકવાર કોવિડ-19 સમાપ્ત થઈ જશે, તો તે, દયા અને તેનો પરિવાર યાત્રા સ પર જશે. છેલ્લે જ્યારે કૃષ્ણન અય્યરે પૂછ્યું કે જેઠા શું કરવા જઇ રહ્યો છે, તો તેણે કહ્યું કે હવે બધું દયા પર નિર્ભર છે.

    દયાબેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ફેન્સ
    આ એપિસોડ જોયા પછી, ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે કે તેમને નવી દયા ભાભી મળી ગઇ છે, અથવા દિશા વાકાણીએ શોમાં પાછા ફરવાનું નક્કી કર્યું છે. બંનેના કિસ્સામાં દર્શકો આનંદથી ઉછળી પડશે. કારણ કે તે છેલ્લા 5 વર્ષથી એકલા જેઠાલાલને જોઈ રહ્યા છે અને તેઓ ‘ટપ્પુ કે પાપા’ અવાજ મિસ કરી રહ્યા છે. થોડા સમય પહેલા, નિર્માતા આસિત મોદીએ દયાબેનના વાપસી વિશે વાત કરતા કહ્યું હતું, ‘મને લાગે છે કે મારે હવે દયાબેન બની જવું જોઈએ! તેમની વાપસીનો પ્રશ્ન ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. અમે હજુ પણ તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ અને જો તે જવાની ઈચ્છા વ્યક્ત કરશે તો શો નવી દયા સાથે આગળ વધશે.