સોની ટીવીના ફેમસ શો ‘ધ કપિલ શર્મા શો’ થશે બંધ, જાણી લો શું છે કારણ

Published on BNI NEWS 2022-03-26 11:48:12

  • 26-03-2022
  • 1481 Views

  સોની ટીવીના ફેમસ શો ‘ધ કપિલ શર્મા શો‘ જે લોકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડે છે. આ શો માં સ્ટાર્સ પોતાની ફિલ્મનાં પ્રમોશન માટે આવતાં રહે છે. ત્યારે આ ફેમસ શો વિશે એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે.

  કપિલ શર્મા શો થશે બંધ
  કપિલ શર્માનો આ શો ટૂંક સમયમાં જ બંધ થવાનો છે. આ સમાચાર બાદ ફેન્સ ખૂબ જ દુખી થઇ ગયા છે. કપિલ શર્માના ચાહકોને જણાવી દઇએ કે, દુખી થવાની જુરુર નથી. આ શો માત્ર થોડા દિવસ માટે બંધ થઇ રહ્યો છે.

  શો બંધ થવાનું આ છે કારણ
  હોસ્ટ કપિલ શર્માના યુએસ પ્રવાસને કારણે એપિસોડનું શૂટિંગ કરવું મુશ્કેલ બની રહ્યું છે. જેના કારણે મેકર્સ થોડો સમય બ્રેક લેવાનું વિચારી રહ્યા છે. કપિલ શર્મા શોના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, “કપિલ જૂન મહિનાની વચ્ચે એક મહિના માટે યુએસએ જવાનો છે. જેના કારણે તે શૂટિંગ માટે ઉપલબ્ધ રહી શકશે નહી. તેથી શોની ટીમે તે સમય દરમિયાન શોમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. જો કે, ચાહકોનું મનોરંજન કરવા માટે કેટલાક એપિસોડ પ્રી-શૂટ કરવામાં આવશે.