સાત વેબ સીરીઝની નવી સિઝન થશે આ તારીખે રીલીઝ.

Published on BNI NEWS 2021-12-01 13:28:15

  • 01-12-2021
  • 1877 Views

  નવા વર્ષની શરૂઆત પહેલા જ દર્શકો માટે મનોરંજનનો પટારો ખુલવા જઈ રહ્યો છે. તો આવો જાણીએ કઈ મોસ્ટ અવેટેડ સીરીઝ છે જે આગામી મહીને સ્ટ્રીમ થશે.
  કોરોના મહામારી બાદ લોકોએ મનોરંજન માટે OTT પ્લેટફોર્મ નો સૌથી વધુ ઉપયોગ કર્યો છે.તો આ પ્લેટફોર્મ્સે પણ એકથી એક દમદાર સીરીઝ રીલીઝ કરીને દર્શકોના મનોરંજનમાં કોઈ કમી રાખી નથી.વર્ષના છેલ્લા મહિનામાં પણ ઘણી વેબ સીરીઝ તેની નવી સીઝન સાથે ધમાલ મચાવવા તૈયાર છે.નવા વર્ષની શરૂઆત પહેલા જ દર્શકો માટે મનોરંજનનો પટારો ખુલવા જઈ રહ્યો છે.
  તો આવો જાણીએ કઈ મોસ્ટ અવેટેડ સીરીઝ (Most Awaited Series) છે જે આગામી મહીને સ્ટ્રીમ થશે.
  • લોસ્ટ ઈન સ્પેસની ત્રીજી અને છેલ્લી સીઝન સાથે નવા મહીનાની શરૂઆત થશે. આ સીરીઝ 1 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રીલીઝ કરવામાં આવશે. જેની પહેલી સીઝન ૨૦૧૮ અને બીજી સીઝન ૨૦૧૯ માં આવી હતી.
  • વિશ્વભરના મનોરંજન જગતમાં ધમાકો કરનાર અને દર્શકોની મોસ્ટ અવેટેડ મની હાઈસ્ટની છેલ્લી સીઝન પણ ડીસેમ્બર મહિનામાં રીલીઝ કરવામાં આવશે.૩ ડિસેમ્બર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમીંગ કરવામાં આવશે. સીઝન ૫ નું પહેલું વોલ્યૂમ ૩ સપ્ટેમ્બરે રીલીઝ કરવામાં આવ્યું હતું.જેમાં ટોક્યોનું અવસાન થઈ ચૂક્યું છે અને હવે છેલ્લા ભાગમાં મજબૂરીમાં પ્રોફેસરને સામે આવવું પડશે.
  • ઈનસાઈડ એજની ત્રીજી સીઝન અમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.વિવેક ઓબરોય, રિચા ચઢ્ઢા અને આમિર બશીર જેવા દમદાર કલાકાર ફરી પડદા પર ધમાલ મચાવવા ઉતરશે. ક્રિકેટ અને તેની નકારાત્મક બાજુ પરથી પડદો ઉઠાવતી ઈનસાઈડ એજ એક એવી સીરીઝ છે.જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો.
  • ૧૦ ડિસેમ્બરે સુષ્મિતા સેન સ્ટારર વેબ સીરીઝ આર્યાની બીજી સીઝનને સ્ટ્રીમ કરવામાં આવશે.ડિઝ્ની પ્લસ હોટસ્ટારની સૌથી સફળ સીરીઝ પૈકીની એક આર્યામાં સુષ્મિતા સેન મુખ્ય પાત્ર નિભાવી રહી છે.
  • અમેઝોન પ્રાઈમ વિડીયોની સૌથી ચર્ચિત સાયન્સ ફિક્શન સીરીઝ 'ધ એક્સપેન્સ સીઝન-૬' ને ૧૦ ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.આ ભવિષ્યગામી વેબ સીરીઝમાં માણસોને સોલર સિસ્ટમમાં રહેલી કોલોનીઓમાં વસતા દર્શાવવામાં આવ્યા છે.
  • ધ વિચર,એક્શન અને એડવેન્ચર ફેન્ટેસી થ્રીલર વેબ સીરીઝને ૧૭ ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.આ પહેલા પણ ભારતમાં તેની પહેલી સીઝન દર્શકોને ખૂબ પસંદ આવી હતી.
  • કોમેડી ડ્રામા સીરીઝ એમિલી ઇન પેરિસ સીઝન-૨ ને ૨૨ ડિસેમ્બરના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.આ સીરીઝમાં લિલી કોલિંસ એમિલીના પાત્રમાં જોવા મળશે.