મંગલમૂર્તિ ભગવાન શ્રીગણેશ

Published on BNI NEWS 2021-09-14 14:13:39


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 14-09-2021
  • 1674 Views

  ઋગ્વેદની પ્રાર્થના છે :

  હે ગજાનન ! હે ગણેશ !

  આપ સઘળાં સ્તોત્રોનું સ્તોત્ર છો,

  આપ સર્વ સ્તવનોનું સ્તવન છો,

  આપ પ્રાર્થનાઓનું પરમ પરિબળ છો.

  અમે કાર્યના આરંભમાં સર્વપ્રથમ આપનું સ્મરણ કરીએ છીએ.

  સર્વ માંગલિક કાર્યોમાં સર્વપ્રથમ જેનું સાવાહન અને પૂજન થાય છે એવા મંગલમૂર્તિ અને વિઘ્નનાશક ભગવાન શ્રી ગણેશનો આવિર્ભાવ ભાદરવા સુદ ચોથને દિવસે થયો હતો. તેને ગણેશચતુર્થીના રૂપમાં ઊજવવામાં આવે છે. ગણેશજીનું રહસ્ય અથાગ અને અનંત છે. જ્ઞાાન તથા નિર્વાણવાચક ગણના ઇશ ગણેશ પરબ્રહ્મ છે. તેઓ સર્વ દેવોના સંરક્ષક સૃષ્ટિનાં સર્વ તત્વોના સ્વામી અને જગતની ઉત્પત્તિનું કારણ છે.

  ગણેશજીના તમામ અંગોમાં ઊંડું રહસ્ય છુપાયેલું છે. તેમનું મુખ હાથીનું અને બાકીનું શરીર મનુષ્યનું છે. ગજ( હાથી) પરબ્રહ્મનું પ્રતીક છે. તેઓ પોતાની ચાર ભુજાઓ દ્વારા સર્વ જીવોની રક્ષા કરે છે. તેમની એક ભુજા દેવતાઓની, બીજી ભુજા માણસોની, ત્રીજી ભુજા અસુરોની અને ચોથી ભુજા, નાગોની રક્ષા કરે છે. તેમણે પાશ, અંકુશ, દંત અને વર ધારણ કર્યા છે. પાશ મોહનાશક છે, અંકુશ નિયંત્રક છે, દંત દુષ્ટતાનાશક છે અને વર ભક્તોની ઇચ્છા પૂર્ણ કરનાર બ્રહ્મનું પ્રતીક છે.

  ગણેશજીને લંબોદર કહેવામાં આવે છે. કારણકે શરૂઆતમાં જગતનું સર્જન કરે છે તથા અંતે તેને ઉદરસ્થ કરે છે. તેમની અપાર પાચનશક્તિના કારણે તેમને લંબોદર કહેવામાં આવ્યા છે. તેમના કાન સૂપડા જેવા છે. તેથી તેમને શૂપકર્ણ કહે છે. સૂપડું નકામો કચરો ઉડાડીને સારરૂપ મંગલકારી બાબતોને ગ્રહણ કરે છે. ગણેશજીના કાન પણ આજ કામ કરે છે. ઉંદર તેમનું વાહન છે. ઉંદર વિવેચક, વિભાજક, ભેદકારક, વિસ્તારક અને બુદ્ધિનો સૂચક છે. ગણેશજીના પિતા શિવ સર્વથા કલ્યાણકારી છે.  તેમની માતા પાર્વતી (પર્વવતી) છે. પાર્વતી જ્ઞાાન, ઇચ્છા અને ક્રિયા એમ ત્રણ પર્વોના સામરાગની પ્રતિમૂર્તિ છે. કાર્તિકેય તેમના મોટાભાઈ છે. તે ભૌતિક રેતસથી પેદા થયા છે. પરંતુ ગણેશ તો માનસિક સંકલ્પથી પ્રગટ થયા છે. એ કારણે કાર્તિકેય મોટા હોવા છતાં ગણેશ સામે હારી જાય છે. જાણે ભૌતિકતા પર આધ્યાત્મિક્તા વિજ્યનું પ્રતીક !

  ગણેશજીની બે પત્નીઓ એટલે રિદ્ધિસિદ્ધિ અને બુદ્ધિ. એમના બે પુત્રો છે ક્ષેમ અને લાભ. ગણેશજી મોહશક્તિઓના સ્વામી છે. એનો અર્થ એ થયો કે સાધક મોહમાયા પર વિજય પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી તે રિદ્ધિસિદ્ધિ તથા બુદ્ધિનો સ્વામી અને ક્ષેમ તથા લાભનો પિતા બની શક્તો નથી.

  ગણેશજીને મોદક અને દુર્વા ખૂબ પ્રિય છે. પરંતુ તેની પર તુલસીદલ ચઢાવવાનો નિષેધ છે. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એ દિવસે રાત્રે ચંદ્રદર્શન અશુભ માનવામાં આવે છે. વર્ષના બાર મહિનાઓમાં ક્રમશ : વિનાયક, એકદંત, કૃષ્ણપિંગ, ગજાનન, લંબોદર, ભાલચંદ્ર, હેરંબ, વિક્ટ, વક્રતુંડ, આખુરથ, વિઘ્નરાજ અને ગણાધિપ ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે. ગણેશચતુર્થીના દિવસે શ્રી ગણેશ સહસ્ત્રનામાવલિનાં એક હજાર નામોમાંથી દરેક નામના ઉચ્ચારણની સાથે લાડુ અથવા દુર્વા ગણેશજીને ચઢાવવામાં આવે છે. ફળ-સ્વરૂપ સાધકનાં તમામ વિઘ્નોનો નાશ થાય છે.

  મંગલમૂર્તિ ભગવાન ગણેશને કોટિ કોટિ વંદન..

  - કનૈયાલાલ રાવલ