સોમવારે શિવજીના પૂજન અર્ચનનું માહત્મ્ય પરંતુ અંગારેશ્વર ગામે મંગલનાથ મહાદેવની મંગળવારે પૂજન અર્ચન કરવાનું વિશેષ માહત્મ્ય.

Published on BNI NEWS 2021-08-25 19:18:56


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 25-08-2021
  • 1943 Views

  શ્રાવણના સોમવારે શિવજી ના પૂજન અર્ચન નું માહત્મ્ય રહેલું છે ત્યારે ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટી પર પાવન નર્મદા તટે આવેલ અંગારેશ્વર ગામ ના મંગલનાથ મહાદેવની મંગળવારે પૂજન અર્ચન કરવાનો વિશેષ માહત્મ્ય રહેલું છે.જ્યાં મંગળદોષ માટે પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હોય છે.

  મંગળનાથ મહાદેવ ના પ્રાગટ્ય વિષે ની એક એવી કથા પ્રચલિત છે કે સતયુગ માં મહાન તપસ્વી અંગારક ઋષિ જન્મ કુંડળી માં મંગળ ગ્રહ નો દોષ હતો પરિણામે તેમને પૂજન અર્ચન જપ તપ કે સાધના જેવા અનેક ધર્મ કાર્યો કરવામાં પણ વિધ્ન આવતા હતા આ વિધ્ન ના નિવારણ અર્થે અંગારક ઋષિએ અહી નર્મદા નદી ના ઘાટ ઉપર મંગળ દોષ નિવારણ અર્થે શિવજી ની આરાધના કરી હતી જેને કારણે ધાટ નું નામ અંગારક ઘાટ અને ગામ નું નામ અંગારેશ્વર પડ્‌યું હતું.અંગારક ઋષિ તપસ્યા ને કારણે પ્રસન્ન થયેલ શિવજીએ અંગારક ઋષિ ના મંગળ દોષ નું નિવારણ કરવા સાથે વરદાન આપ્યું હતું કે અહી પાંચ વસ્તુ થી જે કોઈ પૂજા અર્ચના કરશે તેના મંગળ દોષ નું નિવારણ થશે.

  આમ અહી બિરાજમાન શિવજી આજે કળયુગ માં પણ અહી મંગળનાથ મહાદેવ ના નામે પુંજાય છે મંગળ ગ્રહ ની ઉત્પત્તિ વિશે શિવપુરાણ માં આલેખાયું છે કે અસંખ્ય વર્ષો સુધી સમાધી માં લીન રહેલા ભગવાન શંકરે જયારે સમાધિ છોડી ત્યારે કઠોર તપસ્યા ને કારણે તેમના લલાટ ઉપર ઉદ્દભવેલ પરસેવા નું ટીપું પૃથ્વી પર પડતાં તેણે મનોહર આકાર લાલવર્ણ અને ચાર ભુજાવાળા બાળક નું સ્વરૂપ ધારણ કર્યું હતું.ભગવાન શંકર ના આ પરસેવા માંથી પ્રગટેલું અને ભૂમિ ઉપર જન્મ ધારણ કરનાર આ બાળક નું પણ શિવ આજ્ઞા થી પૃથ્વી માતાએ કર્યું અને એટલે જ તે ભૌમ ના નામે પ્રસિદ્ધ થયો યુવા કાળ માં તે કાશી ગયા અને ત્યાં લાંબો સમય સુધી શિવજી ની સેવા કર્યા પછી વિશ્વનાથ ની કૃપા થી ગ્રહ ની પડવી મેળવી દિવ્યલોક ચાલ્યા ગયા હતા. નર્મદા પુરાણ ની કથા અનુસાર નર્મદા ના અંગારક ઘાટ આગળ આવેલા આ શિવાલય ને મંગળનાથ મહાદેવ ના નામ થી ઓળખાય છે.નર્મદા પુરાણ ના રેવાખંડ શ્લોન નંબર ૧૪૮ માં મંગળનાથ તીર્થ ના મહિમા નું વર્ણન કરાયું છે.તમામ શિવ મંદિરો માં શિવલિંગ ઉપર એક નાગ હોય છે જ્યારે અહીં નાગ નાગણ નું જોડું બિરાજમાન છે.તે ઉપરાંત સોમવારે પૂજાતા શિવજી અહીં મંગળવારે પૂજાય છે. અંગારેશ્વર ગામ ના મંગળનાથ મહાદેવ નો અનેરો મહિમા હોય અંગારકી ચોથ તેમજ શ્રાવણ ના મંગળવારે શ્રધ્ધાળુઓ અનેરી શ્રધ્ધા સાથે ઉમટતા હોય છે.