ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ ચિંતાનાથ મહાદેવ મંદિરે સવાર થી ઉમટતા શિવ ભક્તો.

Published on BNI NEWS 2021-08-25 12:08:11


  • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

    • 25-08-2021
    • 1684 Views

    શ્રાવણ માસના પ્રથમ દિવસ થી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામે છે.
    તવરા કે જ્યાં કપિલમુનિએ તપ કર્યું હતું તરણેશ્વર નું  અપભ્રંશ થઈ  તવરા નામ પડ્યું.
    ચિંતનાથ મહાદેવ,કપીલેશ્વર મંદિર જ્યાં કપિલ મુનિએ સપ્તલિગ ની સ્થાપના કરી હતી.
    નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિ નો મહિમા રહેલો છે.

    નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે નર્મદા તટ પરના ગામેગામ પ્રસિદ્ધ શિવમંદિરો છે તો અનેક સ્થનો  પર ઋષિઓએ તપ કર્યા હોવા ન ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે નર્મદા પુરાણ માં તરણેશ્વર અને આજે   તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે શાસ્ત્રોમાં કપિલમુનિને શિવ સ્વરૂપ દર્શવવામાં આવ્યા છે.એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત  દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા.ત્યાર બાદ તેઓ તવરા ગામે ગયા હતા જ્યાં તેમને તપ કર્યું હતું અહીં તેમને કપિલેશ્વર મહાદેવ ની સ્થાપના કરી સપ્ત શિવલિંગની સ્થાપન કર્યું હતું.જેમાં  ( ૧ ) શ્રી કપિલેશ્વર મહાદેવ ( ૨ ) શ્રી કોટેશ્વર મહાદેવ ( 3 ) શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ( ૪ ) શ્રી વિઘ્નેશ્વર મહાદેવ ( ૫ ) શ્રી મહાકાલેશ્વર મહાદેવ( ૬ ) શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને  ( ૭ ) શ્રી નર્મદેશ્વર મહાદેવ નો સમાવેશ થાય છે ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડા નું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા ચિંત નાથ મહાદેવ ના નામે ઓળખાય છે.
    રેવા પુરાણમાં દર્શાવ્યા મુજબ બાણાસુર રાક્ષસે  પણ અહીં તપ કર્યું હતું બાણાસુરે અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી જોકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે મોગલ શાસન દરમ્યાન ઔરંગઝેબે ચઢાઈ કરી હતી.ઔરંગઝેબે ના સૈન્યે મંદિરના શિવલિંગને  ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વછૂટી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું પછી તેવો સૈન્યલઈને અંગારેશ્વર ગામે ગયા હતા.આ તવરા ગામ ના ચિંત નાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે અને મંદિરના દર્શન કરી ચિંતામુક્ત થાય છે.સર્વ વૃક્ષોમાં પીપળાનું ઝાડ દેવ ઋષિઓમાં નારદ ગંધર્વો મા ચિત્રરથ અને સિદ્ધ માં કપિલ મુનિ.
    શ્રાવણ માસના સોમવારે  વહેલી સવારે ભક્તોની ભીડ જામે છે.તવરા ચિંતાનાથ મહાદેવ મંદિરે પાર્થેશ્વર પૂજા કરવામાં આવે છે દરરોજ નર્મદા નદી માંથી માટી લાવી રોજેરોજ શિવલીંગ બનાવવામાં આવે છે.
    ભરૂચના જીલ્લાભરના શિવ મંદિરોમાં હાલ કોરોના મહામારીના કારણે મંદિરના ગર્ભગૃહમાં કોઈપણ ભક્તને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી તથા આવનાર તમામ ભક્તોને મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સેનીટાઈઝર તથા માસ પેડ્યો હોય તો જ મંદિરમાં પ્રવેશ કરવામાં આવે છે.