પ્રાચીન અને પરચાધારી મંદિર એટલે નાનામેસરા ગામમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર.

Published on BNI NEWS 2021-08-19 13:48:47


  • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

    • 19-08-2021
    • 1747 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)
    સૃષ્ટિ નું કલ્યાણ કરનાર દેવ એટલે મહાદેવ જેમને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે અને એ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું.ત્યારે એમાંથી વિષ (ઝેર) નીકળ્યું હતું અને એ વિષ જો પૃથ્વી ઉપર પડે તો વિનાશ થઈ જાય એમ હતો.ત્યારે સૃષ્ટિના કલ્યાણ માટે ભોળાનાથે એ વિષ પોતે પી ગયા હતા.ભોળાનાથના મંદિર ભારતભરના ગામડાઓમાં આવેલ છે ભાગ્યે કોઈ ગામ હશે જે ગામમાં શિવ મંદિર ના હોય દરેક શિવાલયનો અનોખો ઈતિહાસ રહેલ છે.ત્યારે થરાદ તાલુકાના નાનામેસરા ગામની ધન્યધરા ઉપર રામેશ્વર મહાદેવ નું પ્રાચીન અને પરચાધારી (ચમત્કારી) મંદિર આવેલ છે.જે લોકો શ્રધ્ધા અને વિશ્વાસ સાથે રામેશ્વર મહાદેવને માનતા માને છે એમની મનોકામના પૂર્ણ થાય છે.ગામના કોઈ માણસ રામેશ્વર મહાદેવની ખોટી સોંગન પણ ખાતું નથી.ગામલોકોએ વર્ષો પહેલાં મંદિર નું નિર્માણ કરાવેલ અને શાસ્ત્રોક્ત વિધિવિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને મહાદેવને બિરાજમાન કરેલ છે.ગામ લોકોનું માનવું છે કે જે દિવસથી પ્રતિષ્ઠા થઈ છે એ દિવસથી ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી છે.ગામ લોકો પોતાના પશુઓના દૂધ અને દહીં ભોળાનાથને ચડાવે છે.ગામના વડીલ લોકો આજે પણ કાયમ માટે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને મંદિરની દેખભાળ રાખે છે.મંદિરમાં અખંડ જ્યોત ચાલુ છે અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે અને ભોળાનાથની ભક્તિ કરવા માટે આ મહિનો ઉત્તમ ગણાય છે.કારણ કે શ્રાવણ માસ મહાદેવને પ્રિય છે.ત્યારે અહીં ગામના શિવભક્ત યુવાનો સવારે વહેલા શિવ મંદિર આવી જાય છે અને મંદિર પરિસરની સાફ સફાઈ કરીને મંદિર સ્વચ્છ બનાવે છે.ગામના ગોર મહારાજ કાળુરામજી પુમનચંદજી દવે પરિવાર દ્વારા નિત્ય શ્રાવણ મહિનામાં સવારે વહેલા પૂજા આરતી કરવામાં આવે છે.ભોળાનાથને પ્રિય બિલ્વપત્ર મંત્રોચ્ચારથી ચડાવવામાં આવે છે.ભગવાન ભોળાનાથનો પુષ્પોથી શણગાર કરવામાં આવે છે.શિવભક્તો સમગ્ર પૂજા દરમિયાન હાજર રહીને ૐ નમઃ શિવાય નું રટણ કરતા રહે છે.ભોળાનાથની ધૂન ગવાય છે પ્રસાદ ધરવામાં આવે છે.સમયની અનુકૂળતાએ આખા દિવસ દરમિયાન ગામ લોકો મંદિરે આવીને શિવ દર્શન કરીને ધન્યતા અનુભવે છે.આમ નાનામેસરા ગામમાં આવેલ પ્રાચીન અને પરચાધારી રામેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ભક્તિનો માહોલ જોવા મળે છે.