૬૬ હજારના વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડતી થરાદ પોલીસ.

Published on BNI NEWS 2021-09-15 13:49:53


  • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

    • 15-09-2021
    • 329 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)
    પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શતરૂણ દુગ્ગલ નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા પી.એચ.ચૌધરી I/C વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ કે.એસ.ચૌધરી પોલીસ ઈન્સ્પેકટર તેમજ સતાફના માણસોને મળેલ બાતમી આધારે થરાદ પો.સ્ટે. વિસ્તારના મલુપુર ગામના પાટીયા પાસે થી રેનોલ્ટ લોજી ગાડી નંબર આજે ૧૪ ટીઈ ૬૮૫૦ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૦,બોટલ નંગ ૩૭૨ જેની કિંમત રૂપિયા ૬૬,૦૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે ચાલક ઈસમ ગણેશારામ સ/ઓ હેમારામ જાતે.જાટ (ચૌધરી) ઉ.વ.૨૩ રહે.બાટાડુ, તા.બાયતુ જી.બાડમેર(રાજસ્થાન) તથા તેની સાથેનો બીજો ઈસમ જેઠારામ સ/ઓ આદુરામ જાતે.જાટ (ચૌધરી) ઉ.વ.૨૬ રહે.ખીપર,ગોદારો કી ઢાણી, તા.બાયતુ જી.બાડમેર (રાજસ્થાન) વાળાઓને પકડી પાડેલ અને ગાડી સહિત કુલ કિંમત રૂપિયા ૪,૭૯,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો મંગાવનાર વસતારામ રહે.સંતરા તા.ગીડા જી.બાડમેર (રાજસ્થાન) હાલ રહે.અમદાવાદવાળો હોઈ ત્રણેય ઈસમો વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.