અંકલેશ્વરની ભડકોદ્રા પોલીસ ચોકી નજીક આવેલ દુકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો : તસ્કરો સીસીટીવીમાં કેદ.

Published on BNI NEWS 2021-09-14 16:32:58


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 14-09-2021
  • 372 Views

  અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ નજીક આવેલ પોલીસ ચોકી પાસે એક દુકાન નજીક અજાણ્યા બે જેટલા તસ્કરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેઓનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ જવા પામી હતી.

  બનાવની માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ નજીક આવેલ પોલીસ ચોકી પાસે આવેલી દુકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં સફળ ન થતા આખરે તેઓએ સ્થળ છોડી રવાના થઈ ગયા હતા.ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા આ મામલા અંગે દુકાનના સંચાલક દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવી ફૂટેજની મદદથી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં અનેક સ્થળે છેલ્લા કેટલાય દિવસોથી ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળતા પોલીસ વિભાગના નાઈટ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉભા થયા છે.ત્યારે રાત્રીના સમયે પોલીસ વિભાગ ચુસ્ત પેટ્રોલિંગ કરે અને અજાણ્યા શંકાસ્પદ લોકોની કડક પૂછપરછ કરે તો તસ્કર ગેંગનું પગેરું મળી શકે તેવી ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે.