જીતનગર ગ્રામ પંચાયત ઓફિસ ખાતે જાહેર કાર્યો બજાવી રહેલ મહિલા તલાટી ઉપર પ્લાસ્ટીકની ખુરશી ઉગામી હુમલો કરતા ચકચાર.

Published on BNI NEWS 2021-09-14 16:14:03


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 14-09-2021
  • 501 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  નાંદોદ તાલુકાના જીતનગર ગ્રામ પંચાયત ઓફિસમા તાલુકા પંચાયત કચેરી વિભાગમાં તલાટી ક્મ મંત્રી તરીકે ફરજ બજાવતી સરકારી મહિલા કર્મચારી ઉપર હુમલો કરી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હુમલાખોર સામે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદી તલાટી ક્મ મંત્રી બીનાબેન રામાભાઈ પટેલ

  (રહે.ભદામ દરવાજા ફળિયું તા.નાદોદ)એ આરોપી 

  હિતેશભાઈ અરવિંદભાઈ વસાવા (રહે.નવીનગરી જીતનગર તા.નાંદોદ જી.નર્મદા) સામે ફરિયાદ નોંધી છે.

  ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી બીનાબેન જેઓ સરકારી ખાતામાં તાલુકા પંચાયત કચેરી વિભાગમાં તલાટી ક્મ મંત્રી તરીકે વાવડી ગ્રામ પંચાયત કચેરી નોકરી

  કરતા હોય અને તેઓને વધારાનો ચાર્જ જીતનગર ગ્રામ પંચાયત કચેરીનો પણ સોપવામાં આવેલ હતો.ફરીયાદી બીનાબેન જીતનગર ગ્રામ પંચાયત ઓફિસ ખાતે જાહેર કાર્યો બજાવી રહ્યા હતા.તે દરમ્યાન આરોપી હિતેશભાઈ પંચાયત ઓફિસ ખાતે આવી ફરીયાદીને કોઈ સરકારી લાભ આપતા નથી.તમારી પંચાયત કશુ જ કરતી નથી.

  એમ જણાવી આમ કરી દઈશ તેમ કરી દઈશ.તેમ જણાવી બિભત્સ અપશબ્દો બોલતા ફરીયાદીએ શાંતિથી ગાળો નહી બોલવા જણાવેલ અને જે કઈ રજુઆત હોય તે શાંતીથી કરવા જણાવતા આરોપી ગુસ્સે થઈ વધુ અપશબ્દો બોલી “ તુ આજકાલની આવેલી મને કેવી રીતે પકડાવે છે અને હું પોલીસ થી બીતો નથી.આવા તો મારા કેટલાય કેશ છે તું મને ઓળખે છે હુ કોણ છુ?” તેમ જણાવી ફરીયાદીને મારવા માટે પ્લાસ્ટીકની ખુરશી ઉગામતા પંચાયત ઓફિસમાં હાજર પ્રભુભાઈ સગાભાઈ વસાવા પકડી લીધેલ અને આરોપી ફરીયાદીને “તું પંચાયત ઓફિસમાં આવી કેવી કામ કરે છે તે હું જોઉ છુ" તેવી ગુન્હાહીત ધમકી આપી ફરીયાદીને પોતાની ફરજ બજાવતા રોકી ગુન્હો કરતા રાજપીપળા પોલીસે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.