દહેજ માં કઈ લાવી નથી તારા ભાઈ પાસે થી ગાડી અને મકાન માટે ૩ લાખ રૂપિયા લઈ આવ કહી બે સંતાનની માતાને ઘર માંથી કાઢી મૂકી.

Published on BNI NEWS 2021-09-14 13:21:48


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 14-09-2021
  • 511 Views

  (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)
  દિયોદર તાલુકા ના કોટડા (ફો) ગામ ની મહિલા અને જસાલી ગામ ની બે સંતાન ની પરણિત મહિલા એ પતિ,સાસુ,સસરા વિરુદ્ધ દહેજ અને માનસિક ત્રાસ અંગે દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
  જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના કોટડા (ફો) ગામે રહેતી સોનલ નામ બદલ્યું છે જેના લગ્ન આજ થી ૧૪ વર્ષ અગાવું દિયોદર તાલુકા ના જસાલી ગામે રહેતા વાહજીભાઈ સોનાભાઈ છત્રાલીયા સાથે સમાજ ના રીત રિવાજ મુજબ થયા હતા.જેમાં લગ્ન ના સમય ગાળા દરમ્યાન બે સંતાન નો જન્મ થયો હતો.પરંતુ બે વર્ષ થી સાસરિયા પક્ષ દ્વારા અવાર નવાર મહિલા ને ત્રાસ આપવામાં આવતો હતો.પરંતુ મહિલા પોતાનું ઘર ના ભાગે તે માટે બધું સહન કરતી હતી.પરંતુ આજ થી એક મહિના અગાવું પરણિત મહિલા ને મારઝૂડ કરી અને પિયર માંથી મકાન તેમજ ગાડી લાવવા માટે ૩ લાખ રૂપિયા ની માંગણી કરી પરણિત મહિલા ને ઘર માંથી કાઢી મૂકી હતી.જેમાં પરણિત મહિલા દિયોદર પોલીસ મથક ખાતે પતિ (૧) વાહજી સોનાભાઈ છત્રાલીયા (૨) સોનાભાઈ મગનભાઈ છત્રાલીયા (૩) જવતીબેન સોનાભાઈ છત્રાલીયા વિરુદ્ધ ફરિયાદ આપતા દિયોદર પોલીસે મહિલા ની ફરિયાદ લઈ આગળ ની કાર્યવાહી હાથઘરી છે.મહિલા એ ફરિયાદ આપતા આક્ષેપ કર્યો છે કે અવાર નવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને દહેજ માટે રૂપિયા ની માગણી કરવામાં આવતી હતી.