નર્મદાના તરોપા ગામે તિક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવાની ઘટના.

Published on BNI NEWS 2021-09-13 17:24:47


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 13-09-2021
  • 316 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  તરોપા ગામે મૃતકની પત્નીને કોયતાની અણીએ પહેરેલ દાગીના કાઢી લેવાના ઈરાદે લૂંટ કરવાની કોશિષ કરતા પોલીસ ફરિયાદ.
  નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામે કોઈ અંગત કારણસર ગામના આદિવાસીને તિક્ષ્ણ હથીયાર વડે ગળાના અને બોચીના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે.ત્યાર બાદ તરોપા ગામે મૃતકની પત્નીને કોયતાની અણીએ પેહેરેલ દાગીના (કેલા) કાઢી લેવાના ઈરાદે લૂંટ કરવાની પણ કોશીષ કરતા આમલેથા પોલીસ મથકે મર્ડર કેસની પોલીસ ફરિયાદ દાખલ કરી છે.જેમાં ફરીયાદી વાલીબેન ભાણાભાઈ માનસીંગભાઈ જાતે વસાવા (રહે.તરોપા કોટવાળ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) એ આરોપી વિશાલભાઈ વસંતભાઈ વસાવા (રહે.રાણીપુરા નવી નગરી તા.નાંદોદ જી.નર્મદા) સામે ફરિયાદ નોંધી છે.
  ફરિયાદની વિગત અનુસાર આરોપી વિશાલભાઈ વસંતભાઈ વસાવા રહે.રાણીપુરા નવીનગરી તા.નાંદોદ જી.નર્મદાના ફરીયાદી તથા તેનો પતિતરોપા ગામની સીમમાં આવેલ ઘરે હાજર હતા.તે વખતે સાંજના સાતેક વાગ્યાના સુમારે આરોપી ફરીયાદી ઘરે આવેલો અને ફરીયાદી ના પતિને કહેલ કે મે સસલું મારેલ છે.ચાલો આપણે તેને કાપીને માસ લઈને આવીએ છીએ.તેમ કહી ફરિયાદીના પતિને તેની સાથે લઈ જઈ તરોપા ગામની સરકારી ગૌચરની જમીનમાં ફરીયાદીના પતિને તિક્ષ્ણ હથીયાર વડે ગળાના પાછળના બોચી ના ભાગે મારી ખુન કરીમોત ને ઘાટ ઉતાર્યો હતો.થોડીવાર પછી કોયતુ લઈ ફરીયાદીના ઘરે આવી ફરીયાદીએ પેહેરેલ દાગીના(કેલા) કાઢી લેવાના ઈરાદે લુંટ કરવાની કોશીષ કરી નાશી જઈ ગુનો કરતા પોલીસે તપાસ આદરી છે.