નાંદોદના વાવડી ગામે પરમાર ફળિયામાં એકી સાથે તસ્કરો ત્રણ બંધ મકાનના તાળા તૂટ્યા.

Published on BNI NEWS 2021-09-12 15:50:14


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 12-09-2021
  • 407 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  નાંદોદ તાલુકાના વાવડીગામે પરમાર ફળિયામાં એકી સાથે તસ્કરો ત્રણ બંધ મકાનના તાળા તૂટતા ચકચાર મચી જવા પામી છે જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહીત ૨.૦૬ લાખની મત્તાની ચોરી કરી પોલીસને ચકમો આપીને તસ્કરો પલાયનથઈ જતા પોલીસદોડતી થઈ જવા પામી હતી. આ અંગે રાજપીપલા પોલીસ સ્ટેશન મા ચોરીની ફરિયાદ થઈ છે.જેમાં ફરિયાદ ફરીયાદીરમેશભાઈ નરોત્તમભાઈ પરમાર (રહે.વાવડી પરમાર ફળિયુ તા.નાદોદ) એ નોંધાવી છે.
  ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી રમેશભાઈ જેઓ પોતાની પત્નિ સાથે મકાન બંધ કરીને બહાર ગામ ગયેલા.તે સમયે કોઈ ચોર ઇસમ આ કામના ફરીયાદીના બંધ મકાનનો મુખ્ય દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી તિજોરીના ઈન્ટરલોકનો દરવાજો તોડી ચોર ખાનામા મુકેલ સોના-ચાદીના ગાદીના તેમજ રોકડ રકમ મળી રૂ.૧,૫૫,૯૨૭ તેમજ  પાર્વતીબેન મહેશભાઈ વસાવાના રહેણાંક ઘર માંથી સોના તેમજ ચાદીના દાગીના કિ.રૂ,૧૧૦૦૦ તથા કૌશીકભાઈ મોતીભાઈ વસાવા ના રહેણાક ઘરમાંથી સોનાના દાગીના કિ.રૂ. ૪૦,૦૦૦ મળી કુલ્લે રૂપિયા.૨,૦૬,૯૨૭ ની મત્તાનીચોરી કરી નાસી જતા પોલીસે તપાસ આદરી છે.
  ચોરાયેલ ગયેલ મિલકતની વિગત જોતા (૧) સોનાની વીંટી નંગ-૧ જેનું વજન ૧૮૩૦ ગ્રામ જેની કિ.રૂ.૯૧૨૭ (૨) સોનાની જેન્ટસ વીટી જેનું વજન
  ૧૩૩૦ ગ્રામ કિ.રૂ.૫૦૦૦ (૩) એક જોડ સાકળા જેનુ આશરે ૩૧ ગ્રામ કિ.રૂ.૧૭૦૦ (૪) એક જોડ બુદી જેનું વજન ૨૧૪૦૦ કિ.રૂ.૧૧૦૦૦ (૫) ચાંદીના સાકળા જોડ-૧ જે આશરે ૫૧ ગ્રામ વજનના કિ.રૂ.૩૯૫૦ (૬) ચાદીના સાંકડા જોડ-૧ જે આશરે ૨૦૦ ગ્રામ વજનના કિ.રૂ.૧૧લ૦૦૦ (૭) સોનાનો હાર એક જોડ બુદી સાથે જેનું વજન ૧૨૯૫૫૦ ગ્રામ કિ રૂ.૩૯૧૦૦ (૮) સોનાની કાનની શેરો જોડ-૧ જે આશરે રલ૯૪૦ ગ્રામ કિ.રૂ.૯૦૦૦ (૯)સોનાની જેન્ટસ વીટી નંગ-૧ જેનું વજન ૨૧૨૦૦ ગ્રામ જેની કિ.રૂ.૬૮૫૦ (૧૦) સોનાની બુટ્ટી જોડ-૧ જેનું વજન ૧૭૨૮૦ ગ્રામ કિ.રૂ.૮૦૦૦ (૧૧) પાચસોના દરની ચલણી નોટો નંગ-૧૦૦ જેની કિ.રૂ.૫૦૦૦૦૦  (૧૨) સોનાનીબુદી એક જોડ આશરે બે ગ્રામની જેની કિ.રૂ.૮૦૦૦ (૧૩) ચાંદીના સાંકડા એક જોડ જે આશરે પચાસ ગ્રામ
  વજનના જેની કિ.રૂ.૩૦૦૦ (૧૪) સોનાના જુના રજવાડી ઘાટના એક જોડ ઝુમર આશરે અડધા તોલાના જેની હાલની બજાર કિમત રૂ.૨૦,૦૦૦ (૧૫) સોનાના નવા ઝુમર એક જોડ જે આશરે અડઘા તોલાના જેની કિ.રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૦૬,૯૨૭ ની મત્તાનીચોરી થતાં પોલીસે ચોરીનું પગેરું શોધવા ચક્રો ગતિમાન થયા છે.