ડીસાના કંસારી ગામ પાસે થી રેતીની રોયલ્ટી ચોરી કરતા ટ્રક ઝડપાઈ.

Published on BNI NEWS 2020-10-20 18:26:06

    • 20-10-2020
    • 256 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)

    ડીસા તાલુકાના કંસારી ગામ પાસે ડીસા રૂરલ પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બાતમી ના આધારે બનાસ નદીના પટ માંથી રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર રીતે રેતી ભરીને લઈ જતો ટ્રક ઝડપી પાડી ટ્રક ચાલક ગીરધારીભાઈ ભમરાભાઈ મેઘવાળ રહે,પાચલા  તાલુકો સાંચોર વાળાની પુછપરછ કરતા આ રેતી મહાદેવીયા પાસે રસીકજી ઠાકોરની કવોરી મા ભરી ને લાવેલ.પોલીસે આ બન્ને ની અટકાયત કરી ટ્રક સાથે મુદ્દામાલ કુલ કિંમત રૂ.૧૦૧૧૯૭૭ જપ્ત કરી આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૭૯,૧૧૪ એમએમઆરડી એકટ કલમ ૨૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથઘરી છે.