છેતરપિંડી તથા ઠગાઈના ગુનાના કામના આરોપીને પાસામાં ધકેલતી એલસીબી નર્મદા પોલીસ.

Published on BNI NEWS 2020-09-26 20:00:59

  • 26-09-2020
  • 297 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  આમલેથા પોલીસ મથકમાં કુલ ૩ ગુનાના કામે સંડોવાયેલ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલાયો.

  નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન અને સુચના મુજબ એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર

  એલસીબીએ નર્મદા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેતરપિંડી તથા ઠગાઈના આમલેથા પોલીસ સ્ટેશન ખાતે કુલ ૩ ગુનાના કામે સંડોવાયેલ આરોપી અબ્દુલ રહેમ ગુલામનબી દિવાના ઉ.વ.૩૬ હાલ રહે, રૂમ નં. ૨૦૨ મોના કોમ્પલેક્ષ,એફ.એમ.અમિન પેટ્રોલ પંપ સામે,રાજપીપળા ચોકડી પાસે અંકલેશ્વરની પ્રવૃતિને ડામવા સારુ પો.ઈન્સ એલસીબી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ,નર્મદાનાને મોકલતા આરોપી વિરુધ્ધ ગુનાઓને ધ્યાને રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાના હુકમથી પાસા હેઠળ અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેમોકલવા સારુ હુકમ કરતા આરોપી અબ્દુલ રહિમ ગુલામનબી દિવાનને એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.