પ્રોહીબીશનના બે ગુનામાં સંડોવાયેલ અને ધરપકડ ટાળતો વોન્ટેડ આરોપીને ઝબ્બે કરતી એલસીબી નર્મદા.

Published on BNI NEWS 2020-09-26 16:20:01

    • 26-09-2020
    • 290 Views

    (પ્રતિનિધિ :જ્યોતિ જગતાપ,રાજપીપળા)

    હરીક્રિષ્ણ પટેલ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતાફરતા આરોપીઓને પકડવા સારુ તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે કરવાની પરીણામલક્ષી કામગીરી કરવા સુચના અનુસંધાને એલસીબી પીઆઈ એ.એમ.પટેલના સુપરવિઝન હેઠળ ગરુડેશ્વર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના કામે ધરપકડ ટાળતો ચાલુ ગુનાના કામનો આરોપી ભદ્દેશ ઉર્ફે કાલો નિકુલભાઈ તડવી (રહે.જુનાકોટ રાજપીપળા) રાજપીપળા ખાતે હોવાની બાતમી આધારે એલસીબી પોલીસ સ્ટાફ ના માણસાએ તેની વોચ રાખી તેને ઝડપી પાડી ગરુડેશ્વર પોલીસને સોંપવામાં આવેલ છે.

    આ આરોપી ભદ્દેશ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી રહે જુનાકોટ રાજપીપળા)નું નામ બીલીમોરા પોલીસ મથકનાગુનાના કામે પણ નામ ખુલેલ હોવાનું જાણવા મળતા બીલીમોરા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.