ગોરા કોલોની ખાતે બીમારી કંટાળીને મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

Published on BNI NEWS 2020-09-23 19:21:54

    • 23-09-2020
    • 154 Views

    (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
    ગોરા કોલોની ખાતે માસિકની બીમારી કંટાળીને મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.
    આ બનાવની વિગત મુજબ મરનાર ફાલ્ગુનીબેન સુરેશભાઈ ગોહિલ (રહે, ગોરા કોલોની)ને માસિકની બીમારી હોય અને તેનાથી કંટાળીને તેણે નાહવા જવાના બહાને ઘરની પાછળના રૂમમાં જઈ લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લટકી જઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.આ બાબતની જાણ બબીતાબેન બચુભાઈ માણકાભાઈ તડવી(રહે,ગોરા કોલોની) એ કેવડીયા પોલીસને કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.