પાલનપુરના દાનાપુરા ગામની જમીન માંથી ખોદકામ કરતા ઈસમોને પકડી પાડતી R.R સેલ ભુજ.

Published on BNI NEWS 2020-09-21 12:35:10

    • 21-09-2020
    • 199 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દાનાપુરા ગામની જમીનમાં ખોદકામ કરતા ઈસમો ટીમ આર.આર.સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

    જાણવા મળતી માહિતી અનુસાર  તા.૨૦/૯/૨૦૨૦ ના પાલનપુરના દાનાપુરા ગામમાં આવેલ શંકરજી ઠાકોર જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી માટે કાઢતા પોતાના અંગત ફાયદા સારુ વેચાણ કરતા હતા બાતમી આધારે રેડ કરતા એક હીટાચી મશીન અને પાંચ ટાટા કંપનીના હાઈવા ડમ્પર મળ્યા હતા.રેડ દરમિયાન જીવણભાઈ કરસનભાઈ ઠાકોર રહે,ઠાકોરવાસ અમીરગઢ, અમૃતભાઈ ઠાકોર રહે,રાવળવાસ દાંતીવાડા,રવિભાઈ ડાયાભાઈ ઠાકોર જોગણી માતાજીના મંદિર પાસે ચિત્રાસણી પાલનપુર,ધીરજમલ રાવજીભાઈ ઠાકોર ,મુકેશસ સિંહ,  કૈલાશભાઈ તથા તેમના વાહન માલિક લખનભાઈ છગનભાઈ વણઝારા રહે,દેવપુરા પાલનપુર વાળા એ પોતાના અંગત ફાયદા સારું જમીન ઉપર ગેરકાયદેસર ખનન કરી માટે કાઢતા ભરાઈ જતાં તેમના વિરોધમાં ખાન ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવી અને સ્થળ તપાસણી કરાવી આગળની કાર્યવાહી માટે તમામ મુદ્દામાલ ખાન ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.