૧૫ લાખ ઉપરાંતની સોલાર પ્લેટોની ચોરીનો ભેદ ઉકેલી કાઢતી કાવી પોલીસ : ૨ આરોપીઓ ઝડપાયા ૧ વોન્ટેડ.

Published on BNI NEWS 2020-09-19 21:59:29

  • 19-09-2020
  • 300 Views

  પોલીસ મહાનિરીક્ષક હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક  રાજેંદ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક અશોકસિંહ ગોહીલ જંબુસર વિભાગ જંબુસરના ઓએ પો.સ્ટે વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા અગાઉ થયેલ મિલ્કત સબંધી ગુન્હા વણશોધાયેલ હોય જે શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે ખાનગી અને ભરોસાના વિશ્વાસુ બાતમીદારોને સક્રીય રહેવા જરૂરી સુચના આપવામાં આવેલ હતી. તેના ફળ સ્વરૂપે કાવી પો.સ્ટે માં નોંધાયેલ ગુ.ર.ન. ૧૧૧૯૯૦૩૪૨૦૦૧૭૯/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯,૪૪૭,૧૧૪ મુજબનો ગુનો ગઈ તા.૨૧/૦૮/૨૦૨૦ ના રોજ નોંધાયેલ હતો. આ કામના ફરીયાદી સુનીલસિંહ રાજપુત નાઓએ તા.૧૦/૦૨/૨૦૨૦ થી તા.૧૮/૦૬/૨૦૨૦ સુંધીમાં કોઇપણ સમયે મોજે દહરી ખાતે આવેલ સોલાર પાવર પ્રોજેકટના કંપાઉન્ડમાં પ્રવેશ કરી કોઇ ચોર ઇસમ અલગ અલગ કંપનીની સોલાર પ્લેટો જેમાં (૧) રાયજન કંપનીની ૦૮ પ્લેટ (૨) ટેલસન કંપનીની ૦૩ પ્લેટ (૩) GCL કંપનીની ૮૧ પ્લેટો (૪) વારી કંપનીની ૧૪૯ પ્લેટો એમ મળી કુલ્લે ૨૪૧ સોલાર પ્લેટો જે દરેક કંપનીની એક પ્લેટની અંદાજે કિંમત રૂપિયા ૬૫૦૦ લેખે કુલ્લે રૂપિયા ૧૫,૬૬,૫૦૦ ની ચોરી થયા અંગેની ફરીયાદ નોંધાયેલ હતી.જે અન્વયે સદર ગુનાની તપાસ કાવીના પો.સ.ઈ જે.એન.ભરવાડ નાઓ ચાલાવી રહેલ હોય જેઓને તેમના અંગત અને ભરોસાપાત્ર બાતમીદાર મારફતે સોલાર પ્લેટો છીદ્રા ગામના રહેવાસી દિક્ષીત પટેલ નાઓ પાસે હોવા અંગેની હકિકત મળતા સદર ઈસમને પુછપરછના કામે કાવી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવેલ અને યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા પુછપરછ દરમ્યાન દિક્ષીત પટેલ નાઓ ભાંગી પડેલ અને પોતે તથા પોતાના પિતરાઈ ભાઈ હેતલ પટેલ તથા સલીમ જસભા જાદવ રહે.દહરી નાઓ સાથે મળી સદર ગુનો કર્યા અંગેની કબુલાત કરતા હોય અને ચોરેલે પ્લેટો તેમના ખેતરમાં આવેલ ઓરડીમાં સંતાડેલ હોવાની હકિકત જણાવતા હોય જેથી બન્ને આરોપીઓ (૧) દિક્ષીત ઈન્દ્રવદન પટેલ ઉ.વ.૪૨ તથા (૨) હેતલ બીપીનભાઈ પટેલ ઉ.વ.૪૧ બન્ને રહે છીદ્રા તા.જંબુસરનાઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલ કુલ ૨૪૧ સોલાર પ્લેટો માથી ૧૧૭ સોલાર પ્લેટો રીકવર કરવામાં આવી હતી તેમજ સદર ચોરીમાં સોલાર પ્લેટો લઈ જવા માટેઆરોપીઓએ વાપરેલ વાહન મહેન્દ્ર પીકપ એકસ્ટ્રા લોંગ ટેમ્પો જીજે ૧૬ એયુ ૩૬૨૧નો સદર ગુનાના કામે કબ્જે કરવામાં આવેલ છે તથા બાકી રહેલ ૧૨૪ સોલાર પ્લેટો રીકવર કરવા તથા સહ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી વધુ પોલીસ તપાસ ચાલુ છે.  

  પકડાયેલ આરોપીઓ

  (૧) દિક્ષીતભાઈ ઈન્દ્રવદન પટેલ

  (૨) હેતલભાઈ બીપીનભાઈ બન્ને રહે.છીદ્રા તા.જંબુસર જી.ભરૂચ.

  વોન્ટેડ આરોપી 

  (૧) સલીમ જસભા જાદવ રહે.દહરી તા.જંબુસર જી.ભરૂચ