પોલીસની ઓળખાણ આપી બાઈક પર લીફ્ટ આપી ધમકી દ્વારા રૂપિયા તેમજ દાગીના પડાવી લૂંટ કરતા બે ભેજાબાજોને પોલીસે ઝડપી પાડ્યા.

Published on BNI NEWS 2020-09-19 20:08:06

    • 19-09-2020
    • 350 Views

    ભરૂચ જીલ્લા માં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા હેતુસર સુચનાના અનુસંધાને ભરૂચ શહેર “એ" ડીવીઝન પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેક્ટર એ.કે.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.આ દરમ્યાન ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ તરીકેની ઓળખાણ આપી મોટર સાઈકલ ઉપર લીફ્ટ આપી ધાક-ધમકી દ્વારા રોકડા રૂપિયા તેમજ દાગીના પડાવી લુંટી લેવાનો બનાવ તા ૧૬મી સપ્ટેમ્બર ના રોજ મઢુલી સર્કલ થી આશ્રય સોસાયટીના રોડ ઉપર બનેલ જે બનાવ આધારે સર્વેલન્સ ટીમ મારફતે ટેકનિકલ સર્વેલન્સ તેમજ આરોપીઓનાં વર્ણન આધારે મોટર સાયકલ નંબર જીજે ૧૬ સીએમ ૦૭૯૭ સાથે બે ઈસમો શેખ મહમદ અફઝલ રહેવાસી,વેજલપુર કુભારીયા ઢોળાવ,ભરૂચ અને સન્ની મુકેશભાઈ મિસ્ત્રી રહેવાસી, વેજલપુર,ઘાચીવાડ,ભરૂચ નાઓને લૂંટમાં ઉપયોગ કરેલ મોટર સાઈકલ તથા રીક્ષા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

    આ આરોપીઓએ ગત તા. ૧૬મી સપ્ટેમ્બર ના રોજ રાત્રીનાં અગિયારેક વાગ્યાના સુમારે આ કામના ફરીયાદી કૂમારન એમ.મુરુગેશન રહેવાસી,આશીર્વાદ સોસાયટી નંદેલાવ રોડ,ભરૂચ નાઓને આરોપી સન્ની મુકેશભાઈ મિસ્ત્રીએ મોટર સાયકલ ઉપર પ્રથમ ABC સર્કલ થી લિફ્ટ આપી હતી.ત્યાર બાદ પોલીસ હોવા અંગેનો ખોટો પરીચય આપી ધાક -ધમકી આપી આરોપીઓ ફરીયાદીને મઢુલી સર્કલ ખાતે ઉતારવાને બદલે જબરજસ્તી કરી નંદેલાવ ગામ તરફના રોડ ઉપર લઈ ગયેલ ત્યા વગર નંબરની રીક્ષા પાર્ક હતી.જ્યાં આરોપી શેખ મંહમદ અફઝલ ઉભેલ હતો તે જગ્યાએ થી ફરીયાદી ને બળજબરી પુર્વક રીક્ષામાં બેસાડી ને ફરીયાદી પાસેથી રોક્કા રૂપિયા લુંટી લીધા બાદ HDFC તથા ICICI બેંકના ATM કાઢી લઈ ભરૂચ શહેર જંબુસર બાયપાસ વિસ્તાર માં આવેલ ATM સેન્ટર ઉપર થી રૂપિયા પણ કાઢેલ હતા તેમજ GOOGLE PAY APPLICATION ના પાસવર્ડ દ્વારા પણ આરોપીઓએ આ ફરીયાદી પાસેથી જબરજસ્તી તેમજ ધાક ધમકી આપી માર મારી રોક્કા રૂપિયા ૧૫,૩૫૦ તેમજ ચાંદીની વીટી તથા કાંડા ઘડીયાળની લૂંટ કરેલ હતી.આરોપીઓએ ગુનામાં ઉપયોગ માં લીધેલ મોટર સાયકલ તેમજ વગર નંબર ની રીક્ષા પોલીસે કબ્જે કરી હતી.તેમજ લૂંટ કરેલ રોક્કા રૂપિયા તેમજ ચાંદીની વીટી તથા કાંડા ઘડીયાળ આરોપીઓ પાસેથી રીકવર કરી વધુ મુદ્દામાલ બાબતે બંને આરોપીઓના નામદાર કોર્ટ માંથી રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.