ભરૂચ એલસીબીએ હથિયારો સાથે ઝડપેલ આરોપી રાહુલસિંહ ખંડેલવાલા ગાજીયાબાદનો નામચીન ગુનેગાર : અનેક ગુનાહિત ઈતિહાસ.

Published on BNI NEWS 2020-09-16 18:18:01

    • 16-09-2020
    • 515 Views

    ભરૂચ એલસીબી પોલીસે સેવાશ્રમ રોડ ઉપર થી ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપેલ રાહુલસિંહ ખંડેલવાલા ગુનાહિત ઈતિહાસ ઘરાવે છે.જે અગાઉ ૨૦૧૨માં ઉત્તરપ્રદેશ ગાજીયાબાદ વિજયનગર પોલીસ મથકમાં ખૂન કેસમાં પકડાયેલો આરોપી.૨૦૧૩ માં એ ડીવીઝન પોલીસ મથક માં બળાત્કાર તથા આપઘાતના દુષ્પ્રેરણા નો આરોપી અને ૨૦૧૮ માં એ ડીવીઝન પોલીસ મથક માં પ્રેમિકાની દીકરીઓ ને ચપ્પુની અણીએ આબરૂ લુંટવાનો ગુના જેવા ગુનાઓ નો રીઢો ગુનેગાર અને આજે ગેરકાયદેસર હથિયારો સાથે પકડાઈ જતા ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થતા આરોપી રીઢો ગુનેગાર હોવાનું પોલીસે માહિતી આપી હતી.
    તો બધું માહિતી આપતા જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભરૂચ માં ચકચારી સુનીલ તાપીયાવાલા મર્ડર કેસ માં તેની પત્ની હિરવા તાપીયાવાલા સબજેલ માં હતી તે દરમ્યાન આરોપી રાહુલસિંહ ખંડેલવાલા પણ જેલ માં હતો તે દરમ્યાન બંને ને પ્રેમ સબંધ હોવાના કારણે બંને એક સાથે રહેતા હોય અને રાહુલસિંહ ખંડેલવાલા હિરવા તાપીયાવાલા ના નામ પર રહેલી ફોર વ્હીલર ગાડીમાં ગેરકાયદેસર હથિયારો લઈ નીકળતા ભરૂચ એલસીબી ના હાથે ઝડપાઈ ગયેલ છે અને આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યા?ક્યાં ગુના ને અંજામ આપવાનો હતો તે દિશા માં પોલીસે તપાસ ના ચક્રોગતિમાન કરી રહી છે.