ઝઘડિયાની વિધવા મહીલા સાથે પ્રેમ સંબંધ રાખી લગ્નની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજારી મારમારતા પોલીસ ફરિયાદ.

Published on BNI NEWS 2020-09-16 17:04:31

    • 16-09-2020
    • 686 Views

    (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)

    ઝઘડિયા તાલુકાના એક ગામની વિધવા મહીલા સાથે પ્રેમ સંબંધ રાખી લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે બળાત્કાર ગુજારી લગ્ન કરવાની ના પાડી માર મારતા ભોગ બનનાર મહીલાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

    ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના જયેશ વાળંદ નામના ઈસમે તેની વિધવા પ્રેમિકા સાથે લગ્નની લાલચ આપી તેની સાથે પ્રેમ સંબંધ બાંધી અવારનવાર ત્રણ વર્ષ દરમ્યાન શારીરિક સંબંધ બાંધ્યો હતો.

    જયેશના મિત્ર તુષાર પટેલે પણ વિધવા મહીલા સાથે શરીર સંબંધ રાખવાની માગણી કરી તેની સાથે જાતીય સ્પર્શ કરી જયેશની મદદગારી કરી હતી.

    ઝઘડિયા તાલુકાના એક ગામની વિધવા સાથે તલોદરા ગામના જયેશ વાળંદ નામના ઈસમે વિધવા યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી તેને લગ્નની લાલચ આપી છેલ્લા ત્રણ વર્ષ સુધી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તે વિધવા યુવતી સાથે લગ્નની ના પાડી અન્ય યુવતી સાથે પ્રેમ રાખતા વિધવા યુવતીએ જયેશને રોક્યો હતો જેથી તે ઉશ્કેરાઇ જઈ મહીલાને માર માર્યો હતો.જયેશના મિત્ર તુષાર પટેલે પણ આ મહીલા સાથે સંબંધ રાખવાની માગણી કરી તેને જાતીય સ્પર્શ કરી જયેશની મદદ કરી હતી જે બદલ આ યુવતીએ બંને વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

    ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી નજીકના એક ગામમાં રહેતી ૨૯ વર્ષીય મહિલાના પતિ ચાર વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. લગ્ન સમય દરમિયાન તેમને બે સંતાન પણ છે.ભોગ બનનાર મહિલા ઝઘડીયા જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે.મહિલા તેના પુત્રના વાળ કપાવવા માટે અવાર નવાર ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ તલોદરા ગામના જયેશ ગણપતભાઈ વાળંદની દુકાને જતી હતી.તે દરમ્યાન વિધવા મહિલાને જયેશ ગણપતભાઇ વાળંદ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.જયેશ અને વિધવા મહિલાના પ્રેમ સંબંધ દરમિયાન અનેક વખત તેમણે શારીરિક સંબંધ બાંધ્યો હતો.જયેશે વિધવા મહિલાને જણાવેલ કે હું તને સાથ આપીશ અને તને જીવનભર અપનાવીશ તેમ કહી વિધવા મહિલાને અવારનવાર બોલાવતો હતો.તે દરમ્યાન જયેશે એક વખત તેની આંગળીમાંથી લોહી કાઢી વિધવા મહિલાના માથામાં સિંદૂર પુર્યુ હતુ અને તું મારી પત્ની છે તેમ કહ્યું હતું. ગત તા.૪.૮.૨૦ ના રોજ વિધવા મહિલા જયેશના ગામ તલોદરા ગઈ હતી અને જયેશને જણાવ્યું હતું કે તું કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હોવાથી તેને એકાંત સ્થળે મળી હતી અને ત્યાં જણાવ્યું હતું કે તું અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે છે અને મને રાખવાની ના પાડે છે તેમ મહિલાએ કહેતા જયેશ વાળંદ ગુસ્સે થઈ ગમેતેમ ગાળો બોલી વિધવા મહિલાના વાળ પકડી લાફા મારી દીધા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી. ગત તા. ૧૨.૯.૨૦ ના રોજ જયેશનો વિધવા મહિલા પર ફોન આવેલો અને ત્યારબાદ તે મહિલાના ઘરે ગયો હતો અને તેને બેસાડી નિકોલી ગામના જંગલ જેવા વિસ્તારમાં લઈ ગયેલ અને ત્યાં પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેથી વિધવા મહિલાને એમ લાગ્યું હતું કે જયેશ તેની સાથે શરીર સંબંધ રાખવા પુરતો તેનો ઉપયોગ કરે છે. તે દરમ્યાન જયેશના મિત્ર તુષાર રમેશભાઈ પટેલે વિધવા મહિલાને ફોન કરી કહેતો હતો કે તું મારી સાથે આવજે હું તને રૂપિયા આપીશ એમ કહી શરીર સંબંધ રાખવાની માગણી કરી હતી.જેથી ભોગ બનેલી મહિલાએ ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના (૧) જયેશ ગણપતભાઇ વાળંદ (૨) તુષાર રમેશભાઈ પટેલ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.