ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર થી ૨ તમંચા,૧ પિસ્તોલ અને ૨૯ કારતૂસ સાથે રાહુલસિંહ ખંડેલવાલાની પોલીસે ઘરપકડ કરી.

Published on BNI NEWS 2020-09-16 13:08:50

  • 16-09-2020
  • 1405 Views

  ૨ તમંચા અને ૨૯ કારતૂસ,૪ મોબાઈલ અને કાર મળી રૂપિયા ૫.૬૯ લાખના મુદ્દામાલ જપ્ત.
  ભરૂચ ના સેવાશ્રમ રોડ ઉપર થી ગેરકાયદેસર હથિયારો સાથે કાર ચાલક પસાર થવાનો હોવાની બાતમી ના આધારે ભરૂચ એલસીબી પોલીસે વોચ ગોઠવી સેવાશ્રમ રોડ ઉપર બાતમી મુજબ ની આવેલી કાર ને રોકતા તેમાંથી ૨ તંમચા અને ૨૯ કારતૂસ મળી આવતા પોલીસે ચાલકની કાર સાથે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી છે.જોકે આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે.પોલીસે સાડા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
  ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ નરનારાયણ એપાર્ટમેન્ટ,શ્રીજી સદનમાં રહેતો અને મૂળ વિજયનગર થાના,મિલ્લતનગર તા.દાદરી જી.ગૌતમબુદ્ધનગર (ઉત્તરપ્રદેશ) નો રાહુલસિંહ ખંડેરવાલા સફેદ કલર ની હ્યુન્ડાઈ વરના કાર નંબર જીજે ૧૬ સીએન ૬૫૦૯ માં ગેરકાયદેસર હથિયારો અને કારતૂસ સાથે થી ભરૂચના પાંચબત્તી થી શ્રવણ ચોકડી તરફ જવાનો છે.જે બાતમી મુજબ ભરૂચ એલસીબી પોલીસે સેવાશ્રમ રોડ ઉપર વોચ ગોઠવી હતી.જે બાતમી મુજબ ની કાર રોડની સાઈડ ઉપર પાર્ક કરી ઉભી હતી અને ડ્રાઈવર સાઈડના દરવાજા પાસે ઉભેલ વ્યક્તિને કોર્ડન કરી કારમા તપાસ કરતા પાછળની સીટ નીચે રહેલી ભૂરા કલર ની ટ્રાવેલીંગ બેગ માંથી બિનઅધિકૃત દેશી બનાવતાના તમંચા ૨,પોતાના અંગ કબ્જાની ૧ દેશી બનાવટની પિસ્તોલ તથા જીવતા કારતૂસ ૨૯ મળી આવતા પોલીસે ચાલક રાહુલસિંહ નાનકસિંહ ખંડેલવાલાની ધરપકડ કરવામાં આવી હતી.તેની પાસે થી ચાર અલગ અલગ કંપનીના મોબાઈલ,તમંચા અને જીવતા કારતૂસ મળી રૂપિયા ૫,૬૯,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ ઘી આર્મ્સ એકટ (૧૯૫૯)ની કલમ ૨૫(૧)બી,(એ),૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
  પોલીસના હાથે ઝડપાયેલ આરોપી રાહુલસિંહ ખંડેલવાલા હથિયારો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પગેરું મેળવવા માટે રિમાન્ડની તજવીજ હાથધરી છે.ત્યારે આ હથિયારો ક્યાં ઉપયોગ માં લેવાનો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.જોકે ઝડપાયેલો આરોપી રાહુલસિંહ ખંડેલવાલા ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.