ઝઘડિયાના વણંખુટા ગામેથી સિંચાઈની મોટર તથા વાયરની ચોરી : ખેડૂતને ૧૯,૫૦૦નું નુકશાન થતા પોલીસ ફરીયાદ.

Published on BNI NEWS 2020-09-15 16:10:28

    • 15-09-2020
    • 272 Views

    (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)
    ઝઘડિયા તાલુકાના વણંખુટા ગામની સીમ માંથી સિંચાઈ માટે મુકેલ સબમર્સીબલ મોટર તથા ૧૫૦ મીટર વાયરની ચોરી થવા પામી છે.સિંચાઈના સાધનોની ચોરી થતા ખેડૂતને કુલ રૂ ૧૯,૫૦૦ નુ નુકસાન થયેલ છે જેથી તેણે ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
    ઝઘડિયા તાલુકાના વણંખુટા ગામે રહેતા હસમુખભાઈ રૂપસિંગભાઈ વસાવા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત માસે હસમુખભાઈનું ગોવાલ દેવ વગામાં એક ખેતર આવેલું છે.જે ખેતરમાં તેમણે રાજપારડી જીઈબી માંથી સબસીડીનું ફોર્મ ભરી સોલાર પ્લાન્ટ સંચાલિત પાંચ એચપી ની સબમરસીબલ મોટરનો સેટ ફિટ કરાવ્યો હતો.ગત માસે તેઓ જ્યારે તેમના ખેતર ગયા ત્યારે તેમના ખેતરના સેઢા ઉપર લગાવેલ સોલર પ્લાન્ટથી ચાલતી સબમરસીબલ મોટર તથા તેનો દોઢસો ફૂટ વાયર ત્યાં હતો નહીં.આજુબાજુમાં તપાસ કરતા તે મળી આવ્યો ન હતો.જેથી તેમને તે ચોરી થયાનું માલૂમ પડ્યું હતું.ખેડૂતને સબમરસીબલ મોટર તથા ૧૫૦ મીટર વાયરની ચોરી થતા ૧૯,૫૦૦ રૂપિયા જેટલું નુકસાન થયું હતું.હસમુખભાઈ વસાવાએ તેમના સિંચાઈના સાધનોની ચોરી થતા ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.