વડોદરાથી રાજપીપળા હોટેલમાં ફર્નિચર ફીટીંગ કામ કરવા આવેલા કારીગરને શ્વાસોશ્વાસની તકલીફ થતા સારવાર દરમ્યાન મોત.

Published on BNI NEWS 2020-09-14 16:56:43

    • 14-09-2020
    • 159 Views

    (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા) 
    હોટેલમાં ફર્નિચર ફીટીંગની કામકાજ કરવા આવેલા વડોદરાના કારીગરને ગભરામણ થતા શ્વાસોશ્વાસની તકલીફ થતા ગરુડેશ્વર સરકારી દવાખાનામાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.આ બાબતની અકસ્માત મોત ગુનાની પોલીસ ફરિયાદ કેવડીયા પોલીસ મથકે નોંધાઈ છે. 
    બનાવની વિગત મુજબ મરનાર પ્રિયંકાભાઈ હેમંતકુમાર સોની (રહે,ક્રિષ્ના ક્લાસીસ નજીક બ્રાઈડે સ્કૂલ વાસળા ભાયલી રોડ વડોદરા) બીઆરસી હોટેલમાં ફર્નિચર ફીટીંગની કામકાજ કરવા માટે આવેલા ત્યારે સવારના 11 કલાકે સ્નાન કરીને કામગીરી શરૂ કરવાની તૈયારી કરતા હતા.તે વખતે અચાનક ગભરામણ થતાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધી જતાં તાત્કાલિક સારવાર માટે ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.આ બાબત ની જાણ રાજસિંહ વિજયસિંહ સોલંકી (મૂળ રહે,ગોત્રી અંબિકાનગર ઘર નંબર.1542 વડોદરા,હાલ રહે બીઆરસી હોટેલ કેવડીયા કોલોની) એ પોલીસને કરતા પોલીસે મૃતદેહ નો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.