નબીપુર ગામે ગૌવંશનું કતલ કરતા ૪ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા.

  • નબીપુર ગામે ગૌવંશનું કતલ કરતા ૪ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા.

    • 30-05-2020
    • 1177 Views

    બન્ને પશુઓને પાંજરાપોળ કરજણ ખાતે મૂકવાની તજવીજ હાથ ધરાઈ.
    ભરૂચ વહીવટી તંત્ર તરફ થી બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસંધાને હાલમાં ગુજરાત રાજ્ય તથા સમગ્ર ભારત દેશમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલ છે કે જેને WHO દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે આપેલ સુચના મુજબ ભરૂચ જીલ્લા ના નબીપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈન્સ્પેક્ટ આર.એ.બેલીમ નાઓ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમીદાર તરફ થી બાતમી મળતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા પોલીસ માણસો સાથે નબીપુર ગામે જીન વિસ્તારમાં દિલાવરભાઈ કારભારી નાઓના પતરાના શેડમાં જઈ તપાસ કરતા સદર બાતમી વાળી જગ્યાએ જોતા (૧) સલીમ અકબર સરસોદિયા રહે.હાલ જીન વિસ્તારમાં નબીપુર તા.જી.ભરૂચ  (૨) દિલાવરભાઈ મોહમદભાઇ કારભારી રહે.નબીપુર દરગાહ રોડ અરબ સ્ટ્રીટ તા.જી.ભરૂચ (૩) ઈકબાલ યુસુફ બાબરીયા રહે.નબીપુર નાદલાવાળા સ્ટ્રીટ તા.જી.ભરૂચ  (૪) હસનભાઈ અબ્દુલભાઈ દિવાન રહે. હાલ નબીપુર જીન વિસ્તારમાં તા.જી.ભરૂચ નાઓ હાજર હતા અને ચારેય ઈસમો પતરાના શેડમાં ગૌવંશ નો વાછરડો આશરે ચારેક વર્ષનો જેની કિંમત રૂપિયા ૫,૦૦૦ ની આ કામના આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ અને વેચાણ કરવાના ઈરાદે તેમજ ગૌ માસ આરોગવા ના ઈરાદે ગાયના વાછરડાને કતલ કરી મોત નિપજાવી આશરે ૧૦૦ કિલો વજનના ગૌમાસ સાથે મળી આવી તેમજ એક જર્સી ગાય કિંમત રૂપિયા ૧૫,૦૦૦ તથા એક વાછરડો કિંમત રૂપિયા ૫૦૦૦ નો કતલ કરવાના ઈરાદે લાવી હિંદુ ધર્મનાં સમાજના લોકોની લાગણી દુભાવી એકબીજાની મદદગારી કરી અને હાલમાં કોરોના વાયરસ અંગે ભરૂચ વહીવટી તંત્ર નાઓના જાહેરનામાં નો ભંગ કરી ગુનો કરેલ હોય જેથી ઉપરોક્ત ચારેય ઈસમો સામે ઈ.પી.કો કલમ-૨૯૫,૪૨૯,૧૮૮,૧૧૪ તથા પશુ સુધારા અધિનિયમ ૫,૬(બી),૮,(૧)(૨)(૩)(૪),૧૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ ૫૧(બી) મુજબ કાયદેસર નો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામા આવેલ છે.તેમજ બન્ને પશુઓને પાંજરાપોળ કરજણ જી.વડોદરા મુકામે મુકવા તજવીજ હાથધરી હતી.