ઝઘડિયાના હરીપુરા પાટીયા ધારોલી પાસેથી ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

 • ઝઘડિયાના હરીપુરા પાટીયા ધારોલી પાસેથી ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

  • 30-05-2020
  • 276 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)
  ઈકો ગાડી માંથી ઝઘડિયા પોલીસે અલગ-અલગ બ્રાંડની નાની મોટી કુલ ૮૪ બોટલ તથા ઈકો ગાડી મળી કુલ ૧૬૬૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
  ઝઘડિયા પોલીસે બાતમીના આધારે તાલુકાના હરીપુરા પાટીયા ધારોલી પાસેથી એક ઈકો ગાડી માંથી અલગ અલગ બ્રાન્ડની ૮૪ બોટલો તથા ઈકોગાડી મળી કુલ ૧૬૬૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ઈકો ચાલકની ધરપકડ કરી છે.
  ઝઘડિયા તાલુકામાં રોજેરોજ વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે.તાલુકાના રાજપારડી વિસ્તાર માંથી ૧૦ લાખથી વધુ ના વિદેશી દારૂ ઝડપાવાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં વધુ વિદેશી દારૂનો જથ્થો તાલુકાના હરીપુરા પાટીયા પાસેથી ઝઘડિયા પોલીસે ઝડપી લીધો છે.ગતરોજ ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે એક ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને નેત્રંગ બાજુથી ધારોલી થઈ વાલીયા તાલુકાના હીરાપુર ગામે જઈ રહી છે. ઝઘડિયા પોલીસે બાતમીના આધારે હરીપુરા પાટીયા પાસે વોચ ગોઠવી વાહનોની તપાસ હાથઘરી હતી. વાહનોની તપાસ દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીને ઉભી રાખી તપાસતા હતા તે ગાડી હરીપુરા પાટીયા થી ધારોલી તરફ ભાગવા લાગેલ. પોલીસે તેનો પીછો કરી ધારોલી ગામ આવતા ઈકો ગાડીનો ચાલક ગાડી મુકીને ભાગવાની કોશિશ કરતા તેને ઝડપી લીધો હતો. ઝઘડિયા પોલીસે ઈકોમાં તપાસ કરતા ૮૪ નંગ અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે જપ્ત કરેલા વિદેશી દારૂનો જથ્થો તથા ઈકો ગાડી મળી કુલ ૧૬૬૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ઈકો ચાલક અજીતભાઈ રમેશભાઈ બૈસાણી રહેવાસી હીરાપુર તાલુકો વાલીયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.