ગાંધીનગર ની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા બિન અધિકૃત રીતે ખનિજ વહન કરતી ચાર ટ્રકો જપ્ત કરી. 

 • ગાંધીનગર ની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા બિન અધિકૃત રીતે ખનિજ વહન કરતી ચાર ટ્રકો જપ્ત કરી. 

  • 22-05-2020
  • 352 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)

  બે ટ્રકમાં સાદી રેતી તથા બીજી ટ્રકમાં બ્લેક ટ્રેપ ખનીજ બિન અધિકૃત રીતે વહન કરતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

  ઝઘડિયા વિસ્તાર માંથી આજરોજ ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા બિન અધિકૃત રીતે ખનિજ વહન કરતી ચાર ટ્રકો ઝડપી લીધી છે.આ ટ્રકોમાં સાદી રેતી તથા બ્લેક ટ્રેપ વહન કરવામાં આવતું હતું. 

  લોકડાઉનમાં માલવાહક વાહનોને છૂટછાટ આપવામાં આવતા ખનીજ માફિયાઓ ફરી સક્રિય થયા છે. ઝઘડિયા વિસ્તારમાંથી સાદી રેતી કવોરી વિસ્તારમાંથી ઉત્પાદિત થતું ખનીજ બિન અધિકૃત રીતે વહન કરવાનો વેપલો કરનારા ફરી સક્રિય થયા છે.આજરોજ વહેલી સવારે અધિક નિયામક ફ્લાઇંગ સ્ક્વોડ ગાંધીનગર દ્વારા ઝઘડિયા વિસ્તારમાં બિન અધિકૃત રીતે ખનિજ વહન કરતા ચાર વાહનો જપ્ત કર્યા છે. જપ્ત થયેલો વાહન ચાલકો દ્વારા બિન અધિકૃત રીતે સાદી રેતી તથા બ્લેક ટ્રેપ વહન કરવામાં આવતું હતું.જે ફલાઈંગ સ્ક્વોડની તપાસ દરમિયાન બહાર આવતા ટ્રક માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સ્ક્વોડે ઝઘડિયા પોલીસ મથકમાં જપ્ત કરેલ વાહનો સોંપવામાં આવ્યા છે.