ઝઘડીયાની લેનક્ષેસ કંપની માંથી ચોરી થયેલા પ્લેટિનમ કેટલિસ્ટ નામના પાવડરના ડ્રમ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

 • ઝઘડીયાની લેનક્ષેસ કંપની માંથી ચોરી થયેલા પ્લેટિનમ કેટલિસ્ટ નામના પાવડરના ડ્રમ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

  • 22-05-2020
  • 621 Views

  (પ્રતિનિધિ : જયશીલ પકતેલ,ઝઘડિયા)

  ઝઘડીયા ની લેનક્ષેસ કંપની માંથી ગત માસે ૨૫ ૨૫ કિલોના પ્લેટિનમ કેટલિસ્ટ નામના પાવડરના બે ડ્રમ ચોરી થયા હતા.કંપની ની ફરિયાદ બાદ જીલ્લા એલસીબીએ ગતરોજ ત્રણ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

  ઝઘડીયા જીઆઈડીસીમાં મોટા પાયે ચાલુ કંપનીઓ માંથી ચોરીની ઘટનાઓ અવિરત બનતી રહે છે. ઝઘડિયાની આસપાસના ગામોના જ લબરમુછીયા ચોરો દ્વારા આવી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે.આ ઉપરાંત બંધ પડેલ કંપનીઓમાં પણ ભંગારીયાઓ દ્વારા મોટા પાયે ચોરી કરવામાં આવે છે જેનાથી પોલીસ વિભાગ અજાણ નથી.તેમ છતાં આવી ઘટનાઓ બન્યા જ કરે છે જે પોલીસ વિભાગની બેદરકારી નું ઉત્તમ ઉદાહરણ છે.ગત તા. ૨૮.૪.૨૦ના રોજ ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ લેનક્ષેસ કંપનીમાં સ્ટોર રૂમમાં રાખેલ પ્લેટિનમ કેટલિસ્ટ નામના પાવડરના ૨૫ પચીસ કિલોગ્રામના બે ડ્રમની ચોરી થવા પામી હતી.ચોરાયેલ પાવડરની કિંમત ૨૨ લાખ રૂપિયા જેટલી થઈ હતી.ચોરીની ઘટના બદલ લેનક્ષેસ કંપનીના સિનિયર મેનેજર  એડમીનીસ્ટ્રેશન અતનુદાસ પંકજદાસે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જીલ્લા એલસીબી ટીમ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ થી ગુનામાં સંડોવાયેલા ત્રણ શકમંદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એલસીબી દ્વારા ત્રણેય શકમંદોની ઊંડાણપૂર્વક ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતાં તેઓ ભાંગી પડ્યા હતા અને ચોરીના મુદામાલ પ્લેટિનમ કેટલીસ્ટ સંતાડેલ જગ્યા બતાવવામાં આવી હતી.જીલ્લા એલસીબી દ્વારા પ્લેટિનમ કેટલીલીસ્ટના ૨૫ ૨૫ કિલોગ્રામના બે ડ્રમ જેની કિંમત રૂપિયા ૨૨ લાખ છે જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. જિલ્લા એલસીબી દ્વારા ત્રણેય શકમંદ આરોપીઓની અટકાયત કરી છે જેમાં (૧) મિલન શશીકાંત વસાવા (૨) સતીશ હરેશ વસાવા (૩) સુનિલ રાજેન્દ્ર વસાવા ત્રણે રહેવાસી રાણીપુરા તા.ઝઘડિયાને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.