ધોલેખામ નજીક સીમમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો ઝડપાયા.

 • ધોલેખામ નજીક સીમમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો ઝડપાયા.

  • 22-05-2020
  • 255 Views

  (પ્રતિનિધિ : ગુલામહુશેન ખત્રી,રાજપારડી)

  ઉમલ્લા પોલીસે ચાર મોટર સાયકલ સહિત વિદેશી દારૂનો જથ્થો કબ્જે લીધો.

  અત્યારે કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન ચાલી રહ્યુ છે.ત્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગ કરાતુ હોય છે.

  ઉમલ્લા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસની હદમાં આવેલ નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામે રહેતો સિતારામ ભારજીભાઈ વસાવા મુગજ મચામડીની સીમમાં ગરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો મંગાવીને કટિંગ કરે છે.ત્યારે ઉમલ્લા પીએસઆઈ વલ્વીએ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા જગ્યા ઉપર રસીક દેવજી વસાવા રહે.તવડી તા.ઝઘડીયા જી.ભરૂચ,ધર્મેન્દ્રભાઈ રાજેશ વસાવા રહે.ગામ ધોલેખામ તા.નેત્રંગ,વિરેન્દ્ર મુકેશ વસાવા રહે.ગામ પીપરીપાન તા.ઝઘડીયા જી.ભરૂચ ભારતીય બનાવટના વિદેશી દારુની પેટી નંગ ૮ જેમાં કુલ બોટલો નંગ ૪૦૦, જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦ તેમજ ચાર મોટર સાયકલો કિંમત રૂપિયા ૮૦,૦૦૦ ની કિંમતની મળી કુલ રુ.૧૨૦૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.ગઈકાલે સુથારપુરા ગામે થી એલસીબી પોલીસે દારૂ ઝડપી પાડવાના બીજા જ દિવસે ધોલેખામ ખાતે દારૂનો જથ્થો પકડાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.