ઝઘડિયા તાલુકા માંથી ગતરોજ બે અલગ અલગ ગામો માંથી એક મહિલા એક પુરુષની બિનવારસી લાશ મળી આવી.

 • ઝઘડિયા તાલુકા માંથી ગતરોજ બે અલગ અલગ ગામો માંથી એક મહિલા એક પુરુષની બિનવારસી લાશ મળી આવી.

  • 21-05-2020
  • 366 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)

  તાલુકાના મોરતલાવ ગામે કેનાલમાં તણાઈ આવેલી પુરુષ ની લાશ મળી તથા રાણીપુરાના રેલ્વે નાળા પાસેથી ૫૧ વર્ષીય મહિલાની બિનવારસી લાશ મળી આવી હતી. 

  બે લાશ માંથી પુરુષની લાશ ડમલાઈ ગામના હરેશ હરીલાલ વસાવા નામના ઈસમની હોવાનું જણાયું હતું.

  ઝઘડિયા તાલુકા માંથી ગતરોજ બે અલગ ગામોમાંથી એક મહિલા તથા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી. તાલુકાના મોરતલાવ ગામે કેનાલમાં એક લાશ તણાઈ આવી હતી જે ડમલાઈ ગામના હરેશ વસાવાની હોવાનું બહાર આવ્યું હતું તથા રાણીપુરા ગામના રેલવે નાળા પાસેથી ૫૧ વર્ષીય મહિલાની બિનવારસી લાશ મળી આવી હતી જેની હજી ઓળખ થઈ નથી.

  ઝઘડિયા તાલુકામાંથી ગતરોજ એકસાથે બે મહિલાની અને એક પુરુષની લાલ અલગ અલગ ગામો માંથી મળી આવી હતી.એકસાથે તાલુકામાંથી બે બિનવારસી લાશ મળતા ચકચાર મચી ગઇ હતી. ગતરોજ ઝઘડિયા તાલુકાના મોર તલાવ ગામ નજીક કરજણ નદીના નહેરના પાણીમાં એક યુવાન પુરુષની લાશ તણાઇને આવી હોવાનું જણાયું હતું. તણાઈ આવેલ પુરૂષની લાશના શરીરે ફકત પેન્ટ પહેરેલો હતો અને જમણા પગે અપંગ જેવો હતો. તપાસ કરતા નહેરના પાણીમાં તણાઈ આવેલી ઇસમ ઝઘડિયા તાલુકાના ડમલાઇ ગામનો હરેશ હરિલાલ વસાવા હોવાનું બહાર આવ્યું હતું. 

  લાશ મળવાની અન્ય ઘટનામાં તાલુકાના રાણીપુરા ગામ ખાતેથી રેલ્વે પ્લેટફોર્મ નજીકના નાળા પાસે એક અજાણી મહિલાની લાશ બિનવારસી પડી હોવાનું ગામના ડેપ્યુટી સરપંચ પ્રજ્ઞેયભાઈ પટેલ ઝઘડિયા પોલીસને માહિતી આપી હતી. ઝઘડિયા પોલીસે સ્થળ તપાસ કરતા મહિલા ની ઉંમર આશરે ૫૧ વર્ષની જણાઈ હતી. મહીલા હજી ઓળખ થઈ ન હતી. ઝઘડિયા પોલીસે લાશનો કબ્જો મેળવી તેના વાલીવારસોની તપાસ હાથધરી છે.