મોટર સાયકલ માટે ઝઘડતા ચાર ભાઈઓને છોડાવવા વચ્ચે પડેલ ઈસમને ત્રણ ભાઈઓ ભેગા થઈ માર માર્યો.

 • મોટર સાયકલ માટે ઝઘડતા ચાર ભાઈઓને છોડાવવા વચ્ચે પડેલ ઈસમને ત્રણ ભાઈઓ ભેગા થઈ માર માર્યો.

  • 20-05-2020
  • 298 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)

  ત્રણેય ભાઈઓએ તેના ચોથા ભાઈને પણ ઢીકાપાટુનો મારી ઈજાઓ પહોંચાડી.

  ઝઘડિયા તાલુકાના ભરૂચી આંબા (તલોદરા) ગામે રહેતા સુનિલભાઈ સુરજનભાઈ વસાવા ઝઘડીયા જીઆઇડીસીમાં છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે.ગતરોજ તેઓ તેમના ફળીયામાં હાજર હતા તે દરમિયાન તેમના ફળીયાના સાગરભાઈ,અલ્પેશભાઈ પ્રવીણભાઈ તેમના ચોથા ભાઈ જગદીશભાઈ સાથે મોટરસાયકલ બાબતે ઝઘડો કરતા હતા.પ્રવિણભાઈના પત્ની જાગૃતીબેને સુનીલભાઈને ઝઘડતા ભાઇઓને છોડાવવા માટે જણાવેલ.સુનીલભાઈ વચ્ચે પડી તેમને છોડાવવા જતાં અલ્પેશભાઈ તથા સાગરભાઈ એ સૂનીલભાઇ પર લાકડી વડે હુમલો કર્યો હતો.ત્રણેય ભાઈઓએ તેમના ભાઈ જગદીશભાઈને પણ ઢીકાપાટુનો માર મારી ગાળો દીધી હતી.ઝઘડા દરમ્યાન સુનીલભાઈની માતા આવી જતા તેમણે વધુ માર માંથી સુનીલભાઈ તથા જગદીશભાઈને માર માંથી બચાવ્યા હતા. સુનીલભાઈ સુરજનભાઈ વસાવાએ (૧) સાગરભાઈ રાજુભાઈ વસાવા (૨)અલ્પેશભાઈ રાજુભાઈ વસાવા (૩) પ્રવીણભાઈ રાજુભાઈ વસાવા તમામ રહેવાસી ભરૂચી આંબા (તલોદરા) તાલુકો ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.