આમોદની ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થામાં ૬૮ વર્ષના મૌલવીએ ૧૩ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ કરતા ચકચાર.

Published on BNI NEWS 2020-03-12 18:44:06

  • 12-03-2020
  • 11075 Views

  આમોદ પોલીસે મૌલવી વિરૂદ્ધ દુષ્કર્મ તથા પોસ્કો એકટ મુજબ ફરિયાદ નોંધી.

  આમોદ નગરમાં આવેલી એક ધાર્મિક તેમજ શાળાનું શિક્ષણ આપતી સંસ્થામાં એક મૌલવીએ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરતી એક તેર વર્ષની સગીરા સાથે દુષ્કૃત્ય કર્યું હોવાની આમોદ પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ કરતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આમોદ પોલીસે સગીરાની માતાની ફરિયાદને આધારે દુષ્કર્મ કરનાર મૌલવીની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના એક ગામમાં રહેતી તેર વર્ષની સગીરા આમોદની એક ધાર્મિક તથા શાળાનું શિક્ષણ આપતી સંસ્થાનમાં અભ્યાસ કરતી હતી અને ત્યાં જ છાત્રાલયમાં રહેતી હતી. જ્યાં આમોદની શિક્ષણ સંસ્થામાં અબ્દુલ્લા બોરા (ઉ.વ.૬૮) બાળકીઓને અભ્યાસ કરાવતા હતા અને બાળકીઓ દેખરેખ રાખતા હતા તેમજ દુકાન ચલાવતા હતા.જ્યાં આ અબ્દુલ્લા બોરા મૌલવીએ સગીરાને અશ્લીલ વિડીઓ બતાવી સગીરા દુકાને જાય ત્યારે સગીરા ઉપર અવારનવાર છાતી ઉપર તેમજ ગુપ્તાંગ ઉપર હાથ મુકતો હતો તેમજ પોતાનું ગુપ્તાંગ સગીરાના હાથમાં પકડાવી બાદમાં મુખમૈથુન કરાવતો હતો. તેમજ સગીરાને ચુંબન કરી ભોગ બનનાર સગીરાના ગુપ્ત ભાગે આંગળી નાખતો હતો.અને વિકૃત આનંદ લેતો હતો.

  ૬૮ વર્ષીય મૌલવી ૧૩ વર્ષની સગીરાને ચોકલેટ તેમજ રોકડ રૂપિયાની લાલચ આપતો હતો.

  આમોદની એક ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થામાં અબ્દુલ્લા બોરા નામનો મૌલવી શાળાનું તેમજ ધાર્મિક શિક્ષણ આપતો હતો અને ત્યાં જ સંસ્થામાં આવેલી દુકાનમાં દુકાન પણ ચલાવતો હતો.જેથી રિસેસના સમયમાં બાળકો ત્યાંથી વસ્તુઓ લેતા હતા. ત્યારે આ મૌલવી એક તેર વર્ષીય બાળાને પોતાની પાસે બોલાવી ચોકલેટની લાલચ આપતો હતો તેમજ કોઈક વખત ૫૦ કે ૫૦૦ રૂપિયાની લાલચ આપતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં આવેલી ધાર્મિક સંસ્થામાં ગુજરાતભરમાં થી તેમજ અન્ય રાજ્યોના બાળકો પણ ધાર્મિક તેમજ શાળાનું શિક્ષણ લેવા માટે આવે છે.ત્યારે આ નરાધમ મૌલવી બાળકોનો ગેરફાયદો ઉઠાવી તેમને વિવિધ લાલચો આપી દુષ્કર્મ કરતો હતો.

  ભોગ બનનાર સગીરાએ પત્ર લખી માતાપિતાને પોતાની આપવીતી જણાવી.

  આમોદની એક ધાર્મિક તેમજ શાળાનું શિક્ષણ આપતી સંસ્થામાં એક ૬૮ વર્ષીય મૌલવીએ ૧૩ વર્ષની સગીરાને અશ્લીલ વીડિયો બતાવી દુષ્કર્મ કરતો હતો.જે બાબતે સગીરાએ પત્ર લખીને તેની પોતાની આપવીતી તેના માતાપિતાને જણાવી હતી. અને જણાવ્યું હતું કે અબ્દુલ્લા બોરા મૌલવી તેને તારી માતાનો ફોન આવ્યો છે તેમ કરી દુકાનમાં બોલાવતા હતા અને છાતી ઉપર હાથ ફેરવતા હતા. આ ઉપરાંત અન્ય છોકરીઓ સાથે પણ તેણે એવું કર્યું હતું.જેમાં અન્ય છોકરીઓ પણ જાણતી હોવાનું જણાવ્યું હતું.